Book Title: Sattvashil Tattvamay Prasango
Author(s): Sunandaben Vohra
Publisher: Swadhyay Satsang Parivar

View full book text
Previous | Next

Page 181
________________ પાના પર જોયું તો નવતત્ત્વનું વિવેચન હતું. પછીના પાના પર અદ્ભૂત આલેખન હતું ખૂબ ગમ્યું. આ ઘટના ૧૯૮૩ની છે. આગળના પાના ન હોવાથી કયાં મળે કેમ મળે તે મિત્રોને પૂછવા માંડયું. અને શુભ સંકેત મળ્યો કે કચ્છથી મળે. પૂ. આ. શ્રી કલાપૂર્ણજીનું લખેલું છે. ૧૯૮૪માં કચ્છની યાત્રાએ જવાનું થયું પણ ઉપરની વાત વિસરાઈ ગયેલી. પરંતુ નવતત્ત્વના પુસ્તક પર કરેલા શુભભાવે અવસર આપ્યો. અમે માંડવી દર્શન કરવા ગયા હતા. ત્યાં એક ભાઈ કહે આજે આચાર્ય ભગવાન પધાર્યા છે. અને મને સ્ફૂરણા થઈ. એ જ નવતત્ત્વના બોધવાળા, ચાલો વંદન કરવા જઈએ. શિયાળાના સાંજના સાત વાગેલા એટલે રાતની શરૂઆત પેલા ભાઈ કહે હવે આચાર્યના દર્શન નહિ થાય. બહેનોને રાત્રે જવાની મનાઈ છે. અમે બે બહેનો હતા. ભાવ કરીને ઉપાશ્રયે ગયા. બહાર ઉભા રહી પૂછાવ્યું કે અમદાવાદથી બે બહેનો આવ્યા છે. નવતત્ત્વના પુસ્તક માટે પૂછવું છે. માર્ગદર્શન મેળવવું છે. શુભોદયે પૂ. સાહેબજી એક શિષ્યને સાથે લઈ બહાર આવ્યા. અમે વંદન કર્યા. સાહેબજી શિષ્ય સાથે ઓસરીમાં બેઠા. સાહેબજી, આપનુઁ લિખીત નવતત્ત્વ જોવા મળ્યું તે ખૂબ રુચ્યું. અદ્ભૂત લાગ્યું. પણ મને વધુ જાણકારી નથી. છતાં એવો ભાવ થયો છે કે નાઈરોબી-આફ્રિકા સત્સંગ માટે જવાનું છે. તો આ પુસ્તકો ૩૦૦ જેવા મળે તો ત્યાં લઈ જઉ અને ત્યાંના બહેનોને સ્વાધ્યાય કરાવું ! તો આપ આજ્ઞા અને માર્ગદર્શન આપશો ! કારણ કે મને નવતત્ત્વનું વિશેષ જ્ઞાન નથી. સાહેબજી તરત જ બોલ્યા કે, (૧) જીવ : જીવ એટલે ચેતન તત્ત્વ, જીવે છે તે જીવ છે. ચારે ગતિમાં છે. (૨) અજીવ - અચેતન એટલે જીવ નથી તેવા જડ પદાર્થો, દેહ ખાટલા પાટલા વિગેરે. (૩) પુણ્ય ઃ : જીવના નિમિત્તાધીન શુભભાવ તે પુણ્ય, તેના ઉદયે સુખ મળે. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧૭૮

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196