________________
શરણ કર્યા. મહાત્મા ગાંધીને આપણા જ યુગમાં ગોળીથી વીંધી નાખ્યા. ઈસુ કે પૂ. ગાંધીજી મૃત્યુ પામ્યા છે? ના, દેહ વિસર્જન થયો, તેઓ સત્યમય જીવન જીવી ગયા તે તો વિસ્તાર પામ્યું હતું. હજારો માનવો તેમના આદર્શને અનુસર્યા, જેમ કોઈ વૃક્ષ ઉપરથી તેના બીજ જમીન ઉપર પડે અને ફેલાય છે. તેમ એક ઉત્તમ યોગીનું તેમના જીવનમાં જીવાયેલું સત્ય ફેલાય છે, જરૂર ફેલાય છે.
યુગોથી આ સતુ, આધ્યાત્મિકતાની સરવાણીઓ વહેતી રહી છે. એ કોઈ કલ્પના નથી એ જીવંત તત્ત્વ છે. જે તેને સમજયા, જીવ્યા તે મુક્ત થયા.
પ્રભુ! એવું વરદાન આપો, સત્ય જીવન પામીએ !
૦૩. સંતની કરુણા .
અંગુલિમાલ માટે કહેવાતું કે તે માનવને જોતો કે તરત તેના આંગળા કાપી તેનો હાર બનાવી પહેરીને રાજી થતો. એકવાર શ્રી ગૌતમબુદ્ધ એ ટેકરી પર જતા હતા. તળેટીના લોકો એ કહ્યું કે હે ભિક્ષુક! ઉપર એક હત્યારો વસે છે. તે તમારા આંગળા કાપશે. તમે ત્યાં જશો નહિ. બુદ્ધ તો જ્ઞાની હતા, નિર્ભય હતા, મૃત્યુને મારીને જીવતા હતા.
તેઓ ટેકરી પર ગયા. અંગુલિમાલે જોયા. પ્રથમ તો ભિક્ષુના વેશથી તે પ્રભાવિત થયો. દૂરથી બોલ્યો તે ભિક્ષુક ! પાછો જા, ઉપર આવશે તો તારું મૃત્યુ થશે.
બુદ્ધ આ સાંભળ્યું. તેઓ નિશ્ચિત અને નિર્ભયપણે ઉપર પહોંચ્યા. અંગુલિમાલ પુનઃ બોલ્યો : ભિક્ષુક, પાછો વળ.
બુદ્ધે કહ્યું ભાઈ તું પાછો વળ.
ક્યાં પાછો વળું? મારે ૧૦૦ આંગળી થવામાં એક ખૂટે છે તે પૂરી કરવી છે પણ તને ભિક્ષુક માની જવા દઉ છું. ૧ ૨૮
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો