________________
“સ્વ'ને જુદા પાડવાનો પ્રયોગ અવિરત-ક્ષણપ્રતિક્ષણ કર્યા કરવાની પ્રક્રિયા એ જ છે કાયોત્સર્ગ.
કાર્યોત્સર્ગ બૌદ્ધિક પ્રક્રિયા નથી અને સામાન્યરૂપે આરાધક વર્તુળો માનતા હોય છે તેમ, માત્ર કર્મક્ષય કરવાની વિધિ નથી. કાયોત્સર્ગ ચિંતનક્રિયાને સારો ઓપ આપવાની પદ્ધતિ નથી, અવચેતન ચિત્તના તળિયે જમા થયેલ “કાંપને ઉલેચવાની વિધિ છે; રાગ-દ્વેષ-ઈચ્છાતૃષ્ણા-ભ્રમ-ભય-અજ્ઞાન જેવા મળોને અધ્યસાયોમાંથી ગાળી-નિતારી દેવાની ચેતનાના ઊંડા સ્તરે ચાલતી પ્રક્રિયા છે.
- પૂ. ઉ. ભાનુવિજ્યજી દેહ અને મતિની જડતા દૂર થાય, તિતિક્ષા વધે, અનુપ્રેક્ષા બળવાન બને, એકાગ્રતા અને ધ્યાનમાં પ્રગતિ-આ કાયોત્સર્ગનાં ફળ છે. દેહની જડતા દૂર થતાં સ્કૂર્તિ અનુભવાય. શિથિલિકરણ સહજ બને. મતિની જડતા મટતાં બાહ્ય સમસ્યાઓનાં નિરાકરણ સરળ બને. ગ્રહણ-શક્તિ, સમજશક્તિ વધે.
નમસ્કાર મંત્ર કે લોગસ્સ સૂત્રના સ્મરણમાત્રથી કર્મક્ષય થઈ જાય એવી યાંત્રિકતા શાસ્ત્રોને અભિપ્રેત ન હોય. કર્મક્ષયનું પરિણામ પ્રગટે છે ઉપયોગની પ્રખર શુદ્ધિથી.
કાયોત્સર્ગમાં શુદ્ધોપયોગ છે, સંવર છે. ગુતિ છે, ભાવના છે, નિર્જરા છે, સામાયિક છે, જ્ઞાનયોગ છે, ધ્યાનયોગ છે, સંલીનતા છે, કાયકલેશ છે, પ્રતિક્રમણ છે, ભેદજ્ઞાન છે. ચિત્તશુદ્ધિ અને આત્માનુ ભૂતિમાં ઉપકારક એવા સાધના બિન્દુઓને પીસી-ઘૂંટી-વાટીને આત્મસાત કરવાની બહુલક્ષી અને “એકે હજારા' જેવી પ્રક્રિયા એટલે કાઉસ્સગ્ન. સર્વથા અક્રિય અવસ્થા સુધી પહોંચવા માટેની ક્રિયા એટલે કાઉસ્સગ્ન.
પ્રશ્ન એ છે કે પ્રભુ વિરે આપેલી એ (કાયોત્સર્ગ)પ્રક્રિયાનું વૈજ્ઞાનિક સ્વરૂપ આપણે જીવિત રાખી શક્યા છીએ ખરા? ભવ્ય ભૂતકાળના નામે ગૌરવ ભલે લઈએ પણ અનુભૂતિનો શૂન્યાવકાશ એથી પૂરાશે નહિ.
આખરે એક પ્રશ્ન હૃદયને કોરશે ? શા માટે “પર” પદાર્થો કે પર” વ્યક્તિઓમાં દશ્યોમાં દ્રષ્ટા અટવાયા કરે છે ? “પર” ઉપરનો
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૮૩