________________
ભક્ત ચાતક જેવો હોય. ક્યારે પ્રભુદર્શન મળે? સગુરુ પાસેથી પ્રભુદર્શનનો મહિમા મળ્યો. ભક્તને તૃષા જાગી હવે પ્રભુદર્શન વગર કેમ રહેવાય? પ્રભુદર્શનનો રંગ લાગ્યો.
“રંગ લાગ્યો સાતે ઘાત પ્રભુ શું રંગ લાગ્યો.” શરીરના રોમે રોમે પ્રભુદર્શનની ઝંખના. એ આનંદાનુભૂતિનું, સ્વની અનુભૂતિનું ઉગમસ્થાન છે. નિર્મળ સ્વરૂપાનંદ, સ્વાનુભૂતિની નીપજ છે, સાધકે આ લક્ષ્ય રાખીને સાધના કરવી. | સર્વ શાસ્ત્રોનો બોધ એ જ છે ચિદાનંદ રસ પામી જીવે એ દશાએ પહોચવું. સગુરુ પ્રભુમિલન સુધી પહોંચાડવા સક્ષમ છે. તમારે કેવળ સદ્ગુરુને સમર્પિત થવાનું છે. અહંકાર અને મોહાદિને ત્યજી માત્ર સમર્પણ. પરિણામ સ્વરૂપાનુભૂતિ.
૩૧. અક્ષુદ્રતા - ગાંભીર્ય
શાસ્ત્રોકારોએ સાધકના-શ્રાવકના-સજ્જતાના ૨૧ ગુણો દર્શાવ્યા છે. પહેલો ગુણ અક્ષુદ્ર, તેનો અર્થ ગાંભીર્ય. વિચારોની-વર્તનની હલકાઈ તોછડાઈ કે અહંકારની અસર વાણીમાં ન ઉતરે, પણ સજ્જનની વાણીમાં હિત, મિત અને પ્રિય જેવી મીઠાશ અને ગાંભીર્ય હોય. આવા સાધકોના તપ, જપ, વ્રત અનેક અનુષ્ઠાનો આ ગુણમાં સમાઈ જાય છે.
અક્ષુદ્રતા-ઉચ્ચતા. તે જેણે ધારણ કરી છે તે ધીર અને ગંભીર હોય. કષાયની મંદતા હોય. વિષયોની ઉત્તેજના ન હોય. પૂર્વના સંસ્કારનું સાતત્ય હોવાથી ક્ષુદ્ર સંજ્ઞાબળ ન હોય. સાધકે આ થર્મોમિટર લઈને પોતાના સંસ્કારોને, વિચારોને, વર્તનને તપાસવા.
ભોજન વખતે ખીચડીમાં રાઈ જેટલી કાંકરી પણ ગળે ઉતારી દેતા નથી. તેવો જાગૃત માણસ કષાય-દોષોથી ભરેલો કેવી રીતે હોય ? પેલી કાંકરી જેમ કાઢી નાંખે તેમ જીવનમાંથી દોષોને કાઢી શકે?
એક જંગલમાંથી એક રાજા શિકાર કરીને જતો હતો. પાણીદાર ઘોડા પર બેઠો હતો. પાછળ શિકાર કરેલું હરણનું બચ્ચું લોહી ટપકતું સત્ત્વશીલ-તત્તમય પ્રસંગો
પ૯