________________
સાધ્વીએ નવમાસે પુત્રીને જન્મ આપ્યો. ત્યાર પછી તે ગુજરી ગઈ. બાળકીને ઉછેરવાની જવાબદારી ઋષિને શિરે આવી. આશ્રમમાં બાપ દીકરી બે જ હતા. કન્યાનું નામ ઋષિદત્તા રાખ્યું.
એકવાર મેદારથ રાજાનો પુત્ર કનકરથ કાવેરીના રાજા કૃતવર્મની કન્યા સાથે લગ્ન કરવા સાજન સાથે જઈ રહ્યો હતો. વચમાં આવતા આશ્રમમાં તેણે ઋષિ અને તેમની સુંદર કન્યાને જોયા. કન્યાને જોઈને કનકરથે ઋષિને કહ્યું કે આ કન્યા સાથે હું લગ્ન કરવા માંગું છું.
સાથે આવેલા અમાત્યોએ સમજાવ્યા પણ કનકરથ તો આગળ જવા માંગતો ન હતો. તેણે ત્યાં જ ઋષિદત્તા સાથે લગ્ન કર્યા.
ઋષિએ પોતાનું કાર્ય સમાપ્ત થયું જાણી જાતે સમાધિ લઈ દેહ ત્યજી દીધો. ઋષિદરા આશ્રમમાં ઉછરેલી તેને કશા વ્યવહારની ખબર નથી તેણે ઘણું કલ્પાંત કર્યું. છેવટે કનકરથે તેને શાંત કરી. કનકરથ ઋષિદત્તા સાથે પાછો ફર્યો.
સાસુની પ્રેમાળ છાયામાં ભોળી ઋષિકન્યા રાજમહેલમાં સુખમાં દિવસ પસાર કરતી હતી.
ત્યાં અચાનક આંધી ચઢી આવી. કનકરથ સાથે રુક્મિણિના લગ્ન નક્કી થયેલા. તે તો વિફરી તેણે એક યોગિની દ્વારા યોજના કરી.
તે યોગિની નગરમાં આવી. તે મેલી વિદ્યા વડે રોજે એક બાળકને મારતી અને તેનું માંસ ઋષિદત્તાના ઓશીકે મુખ આગળ મૂકતી. રોજે બાળકની હત્યા થતી. તેનું કારણ આ યોગિનીએ સભામાં કહ્યું. હેમરથ રાજા અતિ ગુસ્સે થઈ ઋષિદત્તાને જલ્લાદોને સોંપી દે કે આ હત્યા કરનારીને જંગલમાં જઈ તેને જીવતી સળગાવી દો.
જલ્લાદોએ અગ્નિ સળગાવ્યો પણ ઋષિદત્તાને પુણ્ય પ્રતાપે અતિ વર્ષા થવાથી ઋષિદત્તા બચી ગઈ. નિરાધાર થયેલી તે જંગલમાંથી માર્ગ શોધી પિતાના આશ્રમે પહોંચી. ત્યાં જઈને પિતાએ આપેલી બે મંત્રેલી ગુટિકા મંદિરમાં રાખેલી હતી. એક રૂપ પરિવર્તનની અને બીજી છૂપાઈ જવાની. પ્રથમ તેણે રૂપરિવર્તન કરી પુરૂષ વેષ ધારણ કર્યો. પ્રભુ ભક્તિમાં મન લગાડી નિશ્ચિત થઈ.
સમય પસાર થતો જાય છે. કનકરથ ઘણો દુઃખી છે. વળી પિતાના સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૫૭