________________
સારથી તો ભાન ગુમાવી બેઠા છે. આખરે વિધિ પતે છે.
સુલસા પણ ઘણી વ્યથિત છે. આ ઘા જીરવવો દુષ્કર હતો. બત્રીસ કન્યાના રૂદન જોવાતા નથી. સુલસા પણ અંતરથી નિરાશ થઈ ગઈ છે. અભયમંત્રી ભગવાન વીરનું સ્મરણ કરાવે છે. યદ્યપિ મંત્રી જ અતિશોકાતુર છે.
અર્ધી રાત થઈ છે. અભયમંત્રી સૌને આરામ કરવા કહે છે, બત્રીસ કન્યાઓના શણગાર ઊતરી ગયા છે, દાસીઓ દરેકને શયનગૃહ પાસે દોરી જાય છે, એ જ શયનગૃહ છે પણ તેનો પ્રાણ કયાં છે ? બત્રીસે કોડભરી કન્યાઓ શયનગૃહના દ્વાર પાસે પહોંચી સૌના મુખેથી ભયંકર આક્રંદ ઊઠે છે. તેમના આંસુઓથી જાણે આકાશ ઘેરાઈ ગયું હોય તેમ વાદળીયું બની ગયું છે.
આક્રંદ સાંભળી વડીલો દોડી આવ્યા સૌને મોટા ખંડમાં લઈ જઈ સાથે શયન કરાવ્યું. પૂરી હવેલી શોકના વાદળથી ઘેરાયેલી હતી. ત્યાં સુખની છાયા કયાં મળે ?
સવાર થઈ, પરંતુ આ સૌને માટે તો અંધારું જ હતું. સુલસા બત્રીસ પુત્રવધૂઓ લઈને બેઠા છે, કહે છે દીકરીઓ ભગવાન મહાવીર પધારી રહ્યા છે, હવે આપણા સર્વ દુઃખનો નાશ થશે. ભગવાનની ઉપસ્થિતિમાં સુખ જ સુખ જ મળશે થોડી ધીરજ રાખો. શાંત થાઓ.
ભગવાન મહાવીર રાજગૃહી પધાર્યા. સુલસાના શોકાર્દ્ર હૃદયના તાર ઝણીઝણી ઊઠયા, મારા વીર પધાર્યા છે. બત્રીસે પુત્રવધૂઓને તૈયાર કરી. સારથી હજી ભાનમાં આવ્યા ન હતા. સુલસા અને બત્રીસ પુત્રવધૂઓ વીરના દર્શને જઈ રહ્યા છે. સુલસાના રોમે રોમ વીર ગુંજન ચાલે છે. પછી શોકને રહેવાની જગા કયાં રહે ? સુલસા પ્રભુ પાસે પહોંચી. હૈયું ભરાઈ આવ્યું ત્યાં વીરના મુખે અમૃત ઝર્યું.
‘સુલસા’ બનનાર છે તે ફરનાર નથી. ભાગ્યનો સ્વીકાર કરો. સુલસા અને પુત્રવધૂઓએ અમૃત વાણી સાંભળી, અને બત્રીસ પુત્રવધૂઓ પ્રભુને નમીને આજ્ઞા માંગી પ્રભુ અમારું શરલ સ્વીકાર કરો. પ્રભુએ તેમને સંયમ પ્રદાન કર્યું અને વાત્સલ્યમયી ચંદનબાળા
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૪