________________
સ્થિર રહ્યા છે. એકે પક્ષે વિકલ્પ નથી. આ ગુરુજનોનું શિષ્યોને વિનય વડે ચૈતન્યને જાગૃત કરવાની ક્ષમતાનું શિક્ષણ હતું. જે શિષ્યોને આ રહસ્ય સમજાયું હોય છે તેનું આત્મબળ પવિત્રતાને પામી તે સાધુ અનુક્રમે મુક્ત થાય છે.
કારણકે ગુરુચેતનાની પવિત્રતાનું આચરણ શિષ્યનાવિનય વડે થયેલા ગુણાત્મકભાવોમાં થાય છે. ગુરુજી જે કરશે તે મારા હિતમાં જ હોય, શિષ્ય હળવો ફૂલ જેવો, પણ જો અહં આટલી હદે ઓગળી જાય તો!
અનાદિ કાળનું સેવેલું અભિમાન એમ નિવર્તન પામતું નથી. તે માટે શિષ્ય તન મન ધનથી અર્પણ થવું પડે એ અર્પણતાની ભૂમિકામાં બીજારોપણ કરી સાધક સિદ્ધ થાય છે.
( ૧૧. સંત જીવનની સહજતા.
સંત, યોગી, સાધુના જીવન દેહના ભરોસે નથી પણ આત્મિક બળ પર અવલંબે છે. કેમકે તેમણે ભૌતિક સાધનોમાં સુખ જોયું નથી. અંતરમાં નીરવ શાંતિ અને સમતાનું વેદના ભરપૂર છે. દેહ નિભાવ સહેજે થતો હોય અને આત્મિકબળ અવિરત ગતિ કરતું હોય છે.
જંગલની એ ઝૂંપડીમાં યોગી રહેતા, સાથે બે શિષ્યો હતા, યોગીની પ્રાતઃ ક્રિયા પ્રભુ ભક્તિથી શરૂ થતી.
એકવાર તે સ્નાન કરીને આવ્યા અને એક તૂટેલા ઘડાના નીચેના તળિયામાં પાણી હતું તેમાં જોઈ તિલક કર્યું.
તે સમયે તેમનો એક ભક્ત રાજા આવી ચઢયો. આ શું? હું રાજા મારા ગુરુ? આવા ઠીકરામાં મુખ જોઈ તિલક કરે?
તરત જ એક સૈનિકને દોડાવ્યો અને મહેલથી સોનાનું દર્પણ મંગાવીને સંતને અર્પણ કરવા હાથ ધર્યો.
સંતે એ જ શાંતમુદ્રાથી જવાબ આપ્યો, મારે ઠીકરાના દર્પણથી ચાલે છે એટલે આની જરૂર નથી. વળી પ્રભુ ભક્તિ કરું કે આવા સાધનને સાચવવાની ઉપાધિ કરવી. માટે આ દર્પણ પાછું રવાના કરો
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૨૮