________________
અનુયાયીઓનું ધાર્મિક અજ્ઞાન, બેપરવાઈ, દુર્ગુણોમાં સપડાવું વિગેરે કારણોથી એ ધર્મેના પાયા હચમચવા લાગ્યા. તેવામાં આર્યાવ્રતના મૂળ આર્યોના વાડી શાખાની વર્ણના બ્રાહ્મણોના વારસ કે જેમની સત્તા પ્રજા ઉપરથી ઓસરી ગઈ હતી તે ફરી સ્થાપીત કરવા મંથન કરતા હતા તે વારસદારેએ કે જેઓ આ ધર્મોનાં છિદ્રો અને પડતી જેવા તાકી રહ્યા હતા તેઓ આળસ તજી તૈયાર થયા. તેમાં કુમારિલ ભટ્ટાચાર્ય અને પછી શ્રીમાન્ આદ્ય શંકરાચાર્યે સારે યશ મેળવ્યું. લગભગ આ ચૌદ વર્ષના ગાળામાં બ્રાહ્મણે તદન નિરાશ થઈને બેસી રહ્યા હતા. સમયને અનુસરી લેકેની વૃત્તિ દેખી કાયદામાં કેટલીક છૂટછાટ મૂકી સુધારા કરતા ગયા હતા પરંતુ જમાને હાલની પેઠે વીજળી વેગે બદલાતે જાતે જે તેમણે તે સમયના પિતાના બ્રાહ્મણ ધર્મને ઠેકાણે હિંદુ ધર્મ ઠરાવ્યું. તે સમયના ઇંદ્ર, વરૂણ, અગ્નિ, મેઘ, વાયુ ઇત્યાદિ દેવાને બદલે બ્રહ્મા, વિષ્ણુ ને શંકર એ ત્રિપુષ્ટિ જેને મુખ્ય ડરાવ્યા અને તેમના વજન, પૂજન, વ્રત, ઉત્સવ વિધિ વિગેરે દરેક જાતની ગ્યતા પ્રમાણે નિર્માણ કર્યા. શ્રી મહાદેવના ભકતે ગવ સંપ્રાદયના કહેવાયા. તેમની પૂજન વિધિના ૧૩ પ્રકાર નકકી કરવામાં આવ્યા. શ્રોત્રિય (દસ) બ્રાહ્મણ શ્રી શંકરને પરમાત્મા સ્વરૂપે ભજી આત્મા પરમાત્માને એકાકાર મેળવે છે. અને તેજ મહાદેવના બાણને ગાંસાઈ, બાવા, વરાગી, સ્ત્રીઓ, વણિકો વિગેરે અઢારે વર્ણ પોતપોતાના અધિકાર પ્રમાણે ભજે છે ને પૂજે છે. તે સમયના ધર્મ નિયામકેએ તૈયાર કરેલા સરંજામનો ઉપયોગ શ્રી કુમારિક ભટ્ટ અને શ્રીમાન શંકરાચાર્ય એઓએ અમલમાં મૂકી અગર તેને વિકસાવી પ્રજાની નાડી પારખી તેના આગળ છે. વધારામાં સામા ધર્મનાં દુષણે અને ખામીઓ આગળ કરી તે બધાને પિતાના નવા હિંદુ ધર્મમાં દાખલ કર્યા. તેમ કરવામાં રાજસત્તાને પણ ઉપયોગ થયે છે, પરંતુ દરેક જાતને તેમની ગ્યતા પ્રમાણે ને રસથાળ ધરી તેમની ધર્મની ભૂખ ભાગી સર્વને હિંદુ બનાવ્યા. આમાં આદિવાસી કે અનાર્યને પણ બાકી રાખ્યા નથી. તેમની પરાપૂર્વથી ચાલતી “સૂર્ય પૂજા” તે પણ હિંદુ ધર્મમાં દાખલ કરી “નાગ પાંચમ”ને એક દિવસ સંમત હિંદુઓને તહેવાર તરિકે પાળવાને અનુરોધ કરી તેમને પણ સંતળ્યા. તેમની વૃક્ષ પૂજા માટે આ સુદ ૧૦ દશેરાને દિવસ ઠરાવ્યું. ચાસ અશ્વ વિગેરે પશુપક્ષીઓની પુજાને તેવી જ દીતે દાખલ કરી. પક્ષીઓ અને અશક્ત પશુઓ માટે પાંજરાપોળને બંદોબસ્ત પણ હિંદુ ધર્મમાં દાખલ કરી દીધું છે. આ આચાર બૌદ્ધ ધર્મ પાસેથી મેળવ્યું છે. અતિશુદ્રોને પણ આ હિંદુધર્મના નિયામકે ભૂલ્યા નથી. તેમના ધંધાના કારણે અનારોગ્ય સ્થિતિમાં રહેવું પડે તેમાંથી રક્ષણ પામવા કુરાના નામની પવિત્ર વસ્તુની પુજા કરવાનો આદેશ આપ્યો છે જેનાથી બે