________________
૧૯
અષ્ટક પ્રકરણ
૧-મહાદેવ અષ્ટક વિતરાગપાનો અને સર્વશપણાનો ઉલ્લેખ કરવાથી શું ? અર્થાત્ ઉલ્લેખ કરવાની જરૂર નથી.
ઉત્તર– રાગાદિ દોષો નથી જ તેથી આ (=મહાદેવ) વીતરાગ અને સર્વજ્ઞ છે એ પ્રમાણે હેતુ-ફલ ભાવથી ગુણોના ઉત્કર્ષની વિવક્ષા હોવાથી કોઇ દોષ નથી. (રાગાદિ દોષોનો અભાવ એ હેતુ છે અને વીતરાગપણું ફલ છે. સર્વજ્ઞપણાની અપેક્ષાએ વીતરાગપણું હેતુ છે અને સર્વજ્ઞપણું ફલ છે. આમ હેતુ-ફલનો ભાવ છે.) આ વિષે “મળના ક્ષયથી સુવર્ણ પીતવર્ણના પ્રકર્ષવાળું થાય છે.” ઇત્યાદિ ન્યાય છે. (અહીં મલક્ષય હેતુ છે અને સુવર્ણમાં પીતવર્ણનો પ્રકર્ષ ફલ છે.) સજ્જનોને વાક્યોમાં ત્યાં ત્યાં આશ્રય પામેલા (=રહેલા) આવા પ્રકારના ન્યાયનું દર્શન થતું હોવાથી પણ આમાં કોઇ દોષ નથી.
કેવલ્ય અવસ્થામાં જ્ઞાનાદિ નિવૃત્ત થતા નથી. આ અથવા કોઇક વૈરાગ્ય અને જ્ઞાન વગેરે ગુણો પ્રકૃતિના છે એમ માને છે. તે ગુણો કેવલ્ય અવસ્થામાં પ્રકૃતિનો વિયોગ થવાથી નિવૃત્ત થાય છે=જતા રહે છે. આવા કોઇકના મતનું ખંડન કરવા માટે હોવાથી કોઇ દોષ નથી. તે આ પ્રમાણે-જ્ઞાન-વૈરાગ્ય વગેરે ગુણો ચૈતન્યના સ્વભાવો છે, અને “ચેતન્ય પુરુષનું સ્વરૂપ છે” એવા વચનથી ચૈતન્ય આત્માનું સ્વરૂપ છે. આથી જ્ઞાન વગેરે ગુણ આત્મામાંથી કેવી રીતે નિવૃત્ત થાય? અર્થાત્ ન થાય. અન્ય આચાર્યો “યથ સંવનનનો.” ઇત્યાદિ બે શ્લોકોની અરિહંતની છબસ્થ અવસ્થાને આશ્રયીને વ્યાખ્યા કરે છે. કારણ કે રાગ વગેરેના “સંવગનનો' વગેરે વિશેષણો છદ્મસ્થ અવસ્થામાં જ વ્યવચ્છેદ ફલવાળા છે. તે આ પ્રમાણે- જેને સંક્લેશજનક જ રાગ નથી, જેને ઉપશમ રૂપ કાષ્ઠ માટે દાવાનલ સમાન જ લેષ નથી, જેને સજ્ઞાનને આવરનાર (=રોકનાર) અને અશુદ્ધ વર્તન કરાવનાર જ મોહ નથી, નહિ કે સત્તામાં રહેલા રાગાદિના કર્મદલિકો પણ નથી, અર્થાત્ રાગાદિના કર્મદલિકો સત્તામાં રહેલા છે, તે મહાદેવ છે. “ વીતરા: ઇત્યાદિ બે શ્લોકો ભવસ્થ કેવલીને આશ્રયીને છે.
પૂર્વપક્ષ– છદ્મસ્થ અવસ્થામાં અરિહંતનું મહત્ત્વ બતાવવું એ ઉચિત નથી. કારણ કે અરિહંતની એનાથી પણ અધિક મહત્ત્વવાળી અવસ્થા છે.
ઉત્તરપક્ષ- તમારું કથન બરોબર નથી. એ પ્રમાણે તો સિદ્ધાવસ્થારૂપ અન્ય મહત્તમ અવસ્થા હોવાથી કેવલીનું પણ મહત્ત્વ ન રહેવાનો પ્રસંગ આવે.
અથવા બીજી કોઇક રીતે અપુનરુક્તિ વિચારવી.
અહીં વીતરાગ શબ્દનો ઉલ્લેખ કરીને રાગાદિથી યુક્ત પુરુષમાં મહાદેવપણાનો નિષેધ કહ્યો છે. તેમાં (=રાગાદિથી યુક્ત પુરુષ મહાદેવ નથી એ વિષયમાં) ભાવનાપૂર્વે જણાવી છે.
કપિલમાં મહાદેવપણાનો નિષેધ સર્વજ્ઞ શબ્દનો ઉલ્લેખ કરીને કપિલ (=સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા)માં મહાદેવપણાનો નિષેધ કર્યો. કારણ કે તેના મતથી જ તેનામાં સર્વજ્ઞપણાનો અસંભવ છે. તે આ પ્રમાણે-“બુદ્ધિએ જાણેલા પદાર્થને પુરુષ જાણે છે” એવો તેનો મત છે. બુદ્ધિ પ્રકૃતિનો વિકાર છે. આથી કેવલ્ય અવસ્થામાં પ્રકૃતિની નિવૃત્તિ થતાં બુદ્ધિ નિવૃત્ત થાય ૧. I Qશિકા (=બ્રહ્માનું મસ્તક છેદાયું) ઇત્યાદિ બે શ્લોકોથી.