________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૩૮ - ૧૫ લોકાલોક છે ત્યાં સુધી જાણે છે, પણ (જો) એનાથી અનંતગણ હોય તો પણ જાણે છે. આહા... હો !
ભગવાન! એકવાર સાંભળતો ખરો. ભાઈ ! આ તો ૧૯૭રની વાત છે. આહા... હા ! અંદરમાંથી આવ્યું હતું ને! આહા... હા... હા ! સર્વજ્ઞપર્યાય કોને કહે !! આત્માનો સ્વભાવ જ સર્વ-જ્ઞ છે! સર્વજ્ઞશક્તિ છે કે નહીં? ૪૭-શક્તિમાં (એક) સર્વજ્ઞશક્તિ છે! તો (આત્માનો) સ્વભાવ સર્વજ્ઞસ્વભાવી છે. એવો જેને અનુભવ થયો કે સર્વજ્ઞપર્યાય જગતમાં છે; એ પોતાના જ્ઞાનસ્વભાવનો અનુભવ થયો અને પ્રતીતિ થઈ, તે જ પુરુષાર્થ ' છે. એ કેવળજ્ઞાન છે, એમ માનવું તે જ અંદર પુરુષાર્થ છે.
એક દિવસે તો (અમે) આખો સંપ્રદાય છોડી દીધો હતો. કીધું (કેટ) અમે તો સત્યના શોધક છીએ. આવી અસત્યવાત અમે માની શક્તા નથી. અમારે સંપ્રદાય ન જોઈએ. એ ગુરુ ન જોઈએ. એ શાસ્ત્ર ન જોઈએ !
પ્રભુ! એવી (પુરુષાર્થશૂન્ય) વાત કરવી છે? તારે (શું માત્ર) ધારણા કરવી છે કે કેવળી છે અને કેવળીએ દીઠું તેમ થશે. બસ! (ભાઈ ! એમ ન હોય)
આહા... હા! કેવળજ્ઞાનસ્વભાવી પ્રભુ (આત્મા); (એમાં) પોતાનો એક જ્ઞાનગુણ; (એની) એક સમયની પર્યાય (કેવળજ્ઞાન); એવી અનંતી અનંતી પર્યાયો જ્ઞાનગુણમાં છે! તો એક સમયની (કેવળજ્ઞાન-) પર્યાયનું અસ્તિત્વ છે. (એવી) સત્તા જગતમાં છે. –એવો જેને સ્વીકાર હોય તો તેની દષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય છે; જ્ઞાન રહી જાય છે. તે દી” એટલું બધું (ખ્યાલમાં) નહોતું, દ્રવ્ય ઉપરની (વાત) નહોતી, પણ એટલું હતું કે કેવળજ્ઞાન છે. એવો ગુણ-પર્યાયનો સ્વીકાર કરવાનો (હોય તો) પર્યાય જ્ઞાનમાં જાય છે. એની (પર્યાય) જ્ઞાનમાં ઘૂસી જાય છે અને ભવ નથી. ભગવાને એના ભવ દીઠા જ નથી. એને ભવ છે જ નહીં.
મોટી ચર્ચા થઈ હતી. અમે તો નાની ઉંમરના. ૨૫ વર્ષની ઉંમર હતી ને ! ઘણી ગડબડ થઈ. ગુરુ શાંત હતા. કષાય મંદ હતા. આ (તત્ત્વ) તો ક્યાં હતું? વસ્તુ હતી જ નહીં ને..! શ્વેતાંબર અને સ્થાનકવાસી બેયમાં તો એ વસ્તુ જ નથી ! ગુરુએ પહેલાં કબૂલ કર્યું. મારી વાત એને સત્ય લાગી. પણ બીજે દિવસે એને શંકા ઊઠી. (મારી વાત ) સત્ય લાગી (પણ) મેળ વિનાની (લાગી). (કેમ કે) ગુરુભાઈએ (એમ) કહ્યું કે, “એમ (માનવામાં આવે, તો પાંચ સમવાય સિદ્ધ થશે'. પુરુષાર્થ, નિયતિ, સ્વકાળ, સ્વભાવ, કર્મ-પાંચ સમવાય છે ને...! (પણ એ લોકો) પાંચ સમવાય માનતા નથી. તે દી” એ પ્રશ્ન ઊઠ્યો. એ તકરાર વધી.
“મોક્ષમાર્ગપ્રકાશક' નવમા અધ્યાયમાં કહ્યું છે કે એક સમયમાં (જો) એક કારણ છે ત્યાં (બીજા) ચારે કારણ સાથે છે. પાંચ સમવાય એક સમયમાં છે. “મોક્ષમાર્ગપ્રકાશક' માં ઘણું સ્પષ્ટ કર્યું છે. ટોડરમલજીએ શાસ્ત્રનું રહસ્ય ઘણું ખોલી દીધું છે. લોકો ન માને એટલે કંઈ (વસ્તુસ્થિતિ બદલાઈ જતી નથી).
ફલટનમાં પંડિત લોકો એવું બોલ્યા કે: “ટોડરમલજી અને બનારસીદાસજી અધ્યાત્મની ભાંગ પીને નાચતા હતા'. –એવી મશ્કરી કરી ! અરર.... ૨! પ્રભુ! શું કરો છો તમે ભાઈ ? તને નુકસાન છે, ભાઈ ! “અધ્યાત્મની ભાંગ' કહેવાય પ્રભુ? ભાંગ પીને નાચ્યા. માટે એ વાત કબૂલ નથી. પહેલાં લલિતપુરમાં એમ થયું હતું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com