________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી નિયમસાર ગાથા ૩૮ - ૧૩ ક્ષાયિક ભાવોમાં થાય છે. સમજાય છે કાંઈ ? વસ્તુ તો ધ્રુવ છે નિત્ય છે, એની જે પર્યાય ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિકભાવની-સમ્યગ્દર્શન-શાનની છે, એમાં તો એ (વસ્તુ ) ગમ્ય થાય છે. પણ અહીં એમ કહેવું છે કે-એ ચાર ભાવોના આશ્રયથી ગમ્ય નથી. કારણ કે, ચાર ભાવોને આવરણ સહિત કહ્યા છે. એમાં ગાથા-૪૧ની ટીકામાં છેલ્લે છે: “પૂર્વોક્ત ચાર ભાવો આવરણસંયુક્ત હોવાથી (મુક્તિનું કારણ નથી).” –ચાર ભાવોને આવરણ (સંયુક્ત) કહ્યા; એનું કારણ ઉદય (ભાવ) માં તો આવરણ કર્મનું નિમિત્ત છે, પણ (ઉપશમાદિ) ત્રણમાં નિમિત્તનો અભાવ છે; એટલી અપેક્ષા જાણીને, ચારેય ભાવને આવરણસહિત કહ્યા છે. આહા.. હા! સૂક્ષ્મ વાત છે. ભાઈ ! (આત્મા) ક્ષાયિકભાવથી તો ગમ્ય છે પણ ક્ષાયિકભાવના આશ્રયથી ગમ્ય નથી. પર્યાયના આશ્રયથી ગમ્ય નથી. પર્યાયમાં તો ગમ્ય છે. ગમ્ય તો પર્યાયમાં થાય છે. ધ્રુવમાં (ગમ્ય) ક્યાં થાય છે? ધ્રુવ તો ધ્રુવ છે!
સમજાણું કાંઈ ? સૂક્ષ્મ વાત છે, ભાઈ ! વીતરાગનો માર્ગ પ્રભુ! બહુ સૂક્ષ્મ છે. પૂજા અને વ્રતાદિ પણ, એ “જૈનધર્મ” નથી-એમ કહ્યું!
અહીં તો એમ કહ્યું ને...! કેક (આત્મા), ચાર ભાવોથી અગોચર છે. ચાર ભાવોથી અગમ્ય છે. અગમ્યનો અર્થ એટલો કે-ચાર ભાવોના આશ્રયથી-લક્ષથી સ્વભાવભાવનું ભાન થતું નથી. સમજાય છે કાંઈ ? વાત તો આવી છે, બાપુ !
(ઔદયિકાદિ) ચાર ભાવાંતરોને” એમ કહ્યું ને..ભાવાંતરો અર્થાત્ અન્યભાવો. પંચમ જ્ઞાયકભાવ, ધ્રુવભાવ, નિત્યભાવ, સામાન્યભાવ, ભૂતાર્થભાવ; એનાથી અન્યભાવ(ઔદયિકાદિ ચારે ય ભાવ, અન્ય ભાવ છે). જુઓ, ટીકાની નીચે ( ફૂટનોટમાં) અર્થ છે:
ઔદયિક, ઔપથમિક, ક્ષાયોપથમિક અને ક્ષાયિક-એ ચાર ભાવો પરમપરિણામિકભાવથી અન્ય હોવાને લીધે તેમને ભાવાંતરો કહ્યા છે. પરમપારિણામિકભાવ જેનો સ્વભાવ છે એવો કારણપરમાત્મા આ ચાર ભાવાંતરોને અગોચર છે.
આહા... હા! વ્યવહારરત્નત્રયના રાગથી તો એનું (આત્માનું) જ્ઞાન થતું નથી, પણ (જે) ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક (રૂપ) નિર્મળપર્યાય થઈ એના લક્ષથી અને એના આશ્રયથી (પણ આત્માનો) અનુભવ થતો નથી!
આહા... હા! સમજાય છે કાંઈ ? (એ વાત) છે કે નહીં? પ્રભુ! અંદર છે, લખાણ જુઓ. આહા... હા! આ તો શાંતિનો માર્ગ છે, ભગવાન! આ કાંઈ પંડિતાઈનો કે ધામધૂમનો (માર્ગ નથી). મોટા ગજરથ ચલાવે-રથયાત્રા કાઢે ને મોટી (તીર્થ) યાત્રા માટે (સંઘ કાઢ) – એ બધો રાગ છે. રાગ છે એ પુણ્ય છે, અને પુણ્ય છે એ જૈનધર્મ નથી. જૈનધર્મ એ કોઈ સંપ્રદાય નથી. “વસ્તુનું સ્વરૂપ” એ જૈનધર્મ છે.
કહ્યું હતું ને..! “ઘટ ઘટ અંતર જિન બર્સ, ઘટ ઘટ અંતર જૈન.” આહા.. હા! “જૈન” છે એ પર્યાય છે. “જિન” છે એ દ્રવ્ય છે ત્રિકાળી. “ઘટ ઘટ અંતર જિન બર્સ, ઘટ ઘટ અંતર જૈન –જે “ઘટ ઘટ અંતર જિન બર્સ' એ દ્રવ્ય છે, વસ્તુ છે, પરમ સ્વભાવ-જ્ઞાયકભાવભૂતાર્થભાવ (છે). અને “ધટ ધટ અંતર જૈન” અર્થાત્ એ જિનસ્વભાવનો, (પરમ) પરિણામિકભાવનો આશ્રય લઈને જેણે રાગની એકતા તોડી નાખી છે એ જૈનપણું (એ). ઘટમાં-અંદરમાં છે, જૈનપણું કાંઈ શરીરના ક્રિયાકાંડમાં નથી. આહા.. હા !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com