________________
ઉત્સવ
૧૧
લાગી પ્રથમની પેઠે જ-જેવી કમળમાંથી પ્રેક્ષકાની દૃષ્ટિએ પડી હતી તેવી રીતે તેણે પિતાનાં બને ઢીચણ જમીન ઉપર ટેકવી મહારાજાને નમસ્કાર કર્યા. મહારાજાએ અને મહારાણી ચેલ દેવીએ હળવા હાથે તાળીયો પાડીને તે વધાવી લીધા. આખી રાજસભાએ તેમનું અનુકરણ કર્યું.
કમળની કેમળ પાંખડીઓ બીડાઈ ગઈ. નર્તિકાને તેણે પિતાના પેટમાં સમાવી દીધી. જેવી રીતે પહેલાં તે ભેચરામાંથી બહાર આવી હતી, તેવી રીતે જ પાછી પિતાના સ્થળે ચાલી ગઈ.
તેના અદ્રષ્ય થવાની સાથે જ વાત્રોને સુમધુર અવનિ પણ બંધ થઈ ગયો.
નૃત્યની સમાપ્તિ પછી બંદિજનેને મુકત કરવા માટે મહારાજાએ આડા કરી. તે પછી મહામંત્રી અભયકુમાર રાજસભાને ઉદ્દેશીને સમયેચિત બે શબ્દો કહેવા લાગ્યા.
“ પ્રિય જને, આજને ઉત્સવ ઉજવવામાં નગરજનોએ અને તેમાં ભાગ લેવા માટે આવનાર રાજા મહારાજાઓ, તેમના પ્રતિનિધિઓ અને અન્ય મગધ પ્રેમી શ્રેષ્ઠિઓએ જે પ્રેમ મહારાજા પ્રત્યે અને મગધ પ્રત્યે દર્શાવ્યો છે, તે માટે હું મગધપતિ તરફથી યેગ્ય. આભાર માનું છું.
મહારાજા પ્રત્યે મારી બેવડી ફરજ હતી,–છે. એક તો તે મારા મહારાજ અને તેથી વિશેષ તે મારા પૂજ્ય પિતાશ્રી થાય. તેમની ઇચ્છાને માન આપવાની મારી પવિત્ર ફરજ છે. તેમની ઈચ્છા પ્રમાણે મેં વૈશાલિપતિ ચેટકરાજની કન્યાને મગઘની મહારાણી, અર્થાત મારા માતુશ્રી બનાવવામાં તેમને મદદ કરી હતી. મહારાજા ગયા હતા સુખાને લાવવા, પણ કુદરતે તેને બદલે દેવી ચેલાને પ્રાપ્ત કરાવ્યાં. રૂપમાં તો બંને એક બીજાને ચઢે તેવી છે. ચેટકરાશે મહારાજાની માગણનું અપમાન કરવાથી અને આપણું મહારાજને તેમની પુત્રીનું હરણ કરવાની ફરજ પડી હતી. દેવી ચેલણાના.