________________
નિમન્ત્રણુ.
[ = ]
પામ્યા અને તે વિચારવા લાગ્યા. આજે મ્હેં આ શું કર્યું? મ્હારા આ કૃત્યથી હિન્દુ પ્રજામાં અસતાષ ફેલાયા વગર રહેશે કે ? મ્હારી ન્યાયપ્રિયતા મ્હારા આ આચરણથી કલંકિત નહિ થાય કે ? ધારા કે આ તરૂણીની હકીકત સત્ય ન હાય, તે પણ તેને કાઇ પણ જાતના અપરાધ સિવાય એકાન્ત વાસન શિક્ષા કરવાના હુને શા અધિકાર છે ? હું એક રાજા છું. મ્હારી સત્તાના આવા, કે આથી પણવિશેષ ભય ંકર રીતે દુરૂપયોગ કરી શકું તેવી સ્થિતિમાં હું મૂકાયેલા છું; પર ંતુ તેમ કરવામાં શું હું વ્યાજખી છું? ખરેખર મ્હારા ઉતાવળીયા સ્વભાવને લીધે ઘણા અનર્થ મ્હારાથી થઇ જાય છે; પરંતુ ચંપાની હકીકત સાંભળીને હવે મ્હારા મનમાં એક નવીન ઘાટાળેા ઉપસ્થિત થયા છે અને તેને તાડ મ્હારે સત્વર આણવાની જરૂર છે. અત્યાર સુધીમાં મ્હે અનેક ધર્મનું રહસ્ય જાણ્યું છે. વિવિધ ધર્માંના ધર્માચા સાથે મ્હે. ધમ ચર્ચા ચલાવી છે અને તેમની ચાગ્ય કદર કરી છે. પણ આવા અસાધ્ય વ્રતની વાત કાઇથી જાણી નથી. જૈનધર્મ - નું રહસ્ય જાણવાથી આ વાત માટે વધારે સમજાશે. તેમના ગુરૂ હીરવિજયસૂરિજીની સર્વત્ર આટલી બધી પ્રશ ંસા થાય છે તે તેમના મેળાપ વ્હારે એક વખત અવશ્ય કરવાજ જોઇએ. વા, પણ ઇતિમાદખાન કેટલાએક સમય સુધી ગુજરાતના સુખા તરીકે હતા. તેને હીરવિજયસૂરિજી સબધી અવશ્ય કઈક માહિતી હાવી જ જોઇએ. તેમજ થાનસિંહ પણ શ્રાવક છે. એ પણ પાતાના આચાર્ય સંબધી સંતાષકારક હકીકત મ્હને અવશ્ય આપી શકશે. આ પ્રમાણે વિચાર કરીને બાદશાહે ખાંદીને બૂમ મારી “ માંદી ? આ માંદી ? ”
66
"2
જી, હજૂર ” માંદીએ દિવાનખાનામાં પ્રવેશ કરતાં ઉત્તર આપ્યા.
“ જા, ચાકૂખને જઈને કહે કે ઇતિમાદખાન તથા થાનસિહુને ખેલાવી લાવ. ”
“ જો હુક્મ ’” કહીને માંદી ત્યાંથી ચાલી ગઇ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com