________________
[ ૧૦૪]
ધમ જીજ્ઞાસુ અકબર.
પ્રકરણ ૧૫ મું.
અકબરની આફત. ગત પ્રકરણમાં વાંચી ગયા તે પ્રમાણે થોડાંક અઠવાડિઆ થયાં રાજકુટુંબમાં અનેક પ્રકારની ગડમથલ ચાલી રહી હતી, પરંતુ પ્રજાજનને વ્યવહાર તે સુયન્દ્રિત રીતે જ ચાલ્યા જતો હતું. રાજા, મંત્રી અને રાજકુટુંબ એ બધાં ગમે તે પ્રકારની ચિન્તા અનુભવતાં હોય તે પણ તે ચિન્તાનું પરિણામ પ્રજાજનની જાણમાં આવતાં બહુ વાર લાગે છે. આધુનિક સમયમાં -વિસમી સદીમાં મહાન લોકોના પ્રત્યેક શબ્દ અને તેમના કૃત્યોની બાતમી દેશના ખુણે ખાચરે આવેલાં પ્રત્યેક ગામડાએમાં પણ વાયુવેગે પ્રસરી જાય છે. કેટલીક વાર એવું પણ બને છે કે એકાદ રાજ્યના નાયકનું માથું દુ:ખતું હોય તો તે બાતમી વાયુવેગે આખા દેશમાં ફેલાઈ જાય છે, પરંતુ જે કાળની આ વાત છે તે સમયે તેમનહોતું. તે સમયે રાજકુટુંબમાં ગમે તેવી ખટપટ ચાલી રહી હોય, પરંતુ તે ખટપટની ગંધ સુદ્ધાં પ્રજાજનોને મળી શકતી નહિ. આથી જ જે રાત્રિએ વાચનાલયમાં, ચંપાના એકાન્ત ગૃહમાં અને કાજીના ભેંયરામાં જે બનાવ બનવા પામ્યા હતા તેની પ્રજાજનને લેશ માત્ર પણ ખબર પડી નહિ. સૂર્યોદય થતાંની સાથે જ પ્રજાજને નિત્ય નિયમ પ્રમાણે પિતપોતાને કામે વળગ્યા. શાહજાદો સલીમ અત્યારે પિતાની શયામાં બેઠા બેઠે વિવિધ પ્રકારના વિચારમાં તલ્લીન થયે હતે. એટલામાં તેના કર્ણ પર ધ્વનિ આવ્યું કેઃ “સિકિના સીમાડા પર રહેતા કેટલાક ગરીબ રાજપૂતે પર જુલમ ગુજારવા બદલના અપરાધ માટે પકડવામાં આવેલા ચાર મુસલમાન ઘોડેસ્વારેને આજે સંધ્યા સમયે મેદાનમાં ફટકા મારવામાં આવનાર હોવાથી સર્વ પ્રજાએ ત્યાં હાજર રહેવું. ખુદ બાદશાહ સલામત પણ તે પોતાના અધિકારીઓ સહિત ત્યાં હાજરી આપશે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com