________________
[૧૦] ધમ જીજ્ઞાસુ અકબર.
અલ્પ સમયમાં જ ઇતિમાદખાન અને થાનસિંહ ત્યાં આવી પહોંચ્યા. બન્ને જણાએ બાદશાહને વિનયપૂર્વક નમન. કર્યું. બાદશાહે પોતાની સામેના આસન પર બેસવાને નેત્રસંકેત કર્યો. એટલે તેઓ બને પિતપોતાની જગ્યાએ બેઠા.
ઇતિમાદખાન ! ગુજરાતમાં હીરવિજયસૂરિ કરીને કે જૈનાચાર્યું છે કે?” અકબરે શરૂઆત કરી.
હાજી, તે એક જૈનધર્મના આદર્શ યતિ છે. ગુજરાતની હિંદુ પ્રજા તેમના પ્રત્યે મોટું માન ધરાવે છે અને તેમના વચનમાં ઈષ્ટ સિદ્ધિ સમજે છે.” ઇતિમાનખાએ જણાવ્યું.
જૈનધર્મના મુખ્ય લક્ષણે શા શા છે, તેને તમે કંઈ ખ્યાલ હુને આપી શકશે કે?” બાદશાહે થાનસિંહ તરફ દષ્ટિ ફેરવી પૂછયું.
જહાંપનાહ!” થાનસિંહે ખુલાસો કરતાં કહ્યું. “ ધર્મના તત્વે માટે તે ધર્મગુરૂ ઠીક સમજાવી શકે; પરંતુ અને મારો મુખ્ય આચાર કેઈપણ પ્રાણને દુઃખ ન આપવું-હિંસા ન કરવી, તે છે.
અને જેને ચાર-છ માસ સુધી કેવળ જળપાન કરીને જ ઉપવાસ કરે છે, એ વાત સત્ય છે કે?” બાદશાહે સ્મિત કરતાં આગળ ચલાવ્યું.
હા હજુર” થાનસિંહે ખુલાસે કરી આગળ ચલાવ્યું. અમારા ધર્મના આચાર્યો છ છ માસ સુધી પણ આવા ઉપવાસ કરી શકે છે.”
ત્યારે આજે ચંપા નામની એક તરૂણ બાળીને તેની છમાસની ઉપવાસની વાતમાં શંકા થતાં મેં પરીક્ષા માટે રે રાખી છે, તેમાં શું હારી ભૂલ થઈ છે? બાદશાહને પોતાના ઉતાવળા હુકમ માટે દુઃખ થતું હોય તેમ જોવાતું હતું.
આ પ્રશ્નનો ઉત્તર આપ તે, ડીકન સમજીને થાનસિંહ નીચું જોઈ રહ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com