________________
[૮૪] ધમ જીજ્ઞાસુ અકબર.
તમારા ધર્મના મુખ્ય તત્વેનું હુને થોડું ઘણું જ્ઞાન આપશો?”
“અમારા ધર્મમાં ઇંદ્રિયોને જીતવાનું મુખ્ય ફરમાન હેવાથી અમારા માટે “જૈન” શબ્દ વપરાય છે. બાકી કેઈ પણ જીવ પ્રત્યે દયા પ્રેમ રાખવે. પ્રાણાને પણ સત્ય બલવું, પરાઈ વસ્તુ ન લેવી, પરપુરૂષને ભાઈ, બાપ ગણવા ને બને તેટલે મમત્વભાવ ઓછો કરે એ જરૂરનાં ફરમાને છે. અમારા ધર્મગુરૂ શ્રી હીરવિજયસૂરિજી અત્રે થોડા વખતમાં બાદશાહના બોલાવવાથી આવવા સંભવ છે. તેમનાથી વધારે આપ જાણી શકશે. ચંપાએ ખુલાસો કર્યો.
“બહેન ! ” બેગમે ચંપા પ્રત્યે તાકી રહેતાં પૂછ્યું: “જહાંપનાહને હિંદુ ધર્મ પ્રત્યેનો પ્રેમ તમને સાચે જણાય
એટલે? આશ્ચર્ય પામતાં ચંપા બોલી. બેગમ સાહેબા ! આપ નામદાર ખુદ જહાંપનાહના પત્ની હોવા છતાં આપ હજી સુધી તેમનું હદય ઓળખી શક્યાં નથી કે શું ?”
ના, ના, એમ તો છેક નથી, પરંતુ હારા સાંભળવા પ્રમાણે બાદશાહને તે હિંદુ ધર્મ પણ જોઈત નથી અને તેમને ઇસ્લામી ધર્મ પણ જોઈત નથી. ”
એટલે બને ધર્મમાં પરસ્પર જગડા ઉપસ્થિત કરીને બાદશાહ અને ધર્મનો નાશ કરવા ઈચ્છે છે એવું તમે માનો છે ?”
હને એવું લાગે છે ખરૂં.
“ ત્યારે એ આપને સર્વથા જામ છે. ધર્મ ચિકિત્સક મનુષ્ય બહુધા અપ્રિય થઈ પડે છે; કારણ કે તે પ્રત્યેક ધર્મ, માંના દેષો શોધી કાઢીને તેને નાશ કરવા ઈરછે છે. તે ધર્મની જૂની માન્યતાઓને વળગી રહેનારાઓને બિલ
કુલ પસંદ પડતું નથી. આગળના બાદશાહના સમયમાં હિન્દુShree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com