________________
પ્રેમ-પ્રથી.
[ ૧૫૩ ] ભરી શકે એ મિથ્યા છે. સ્ત્રી પ્રેમવસ્રના તાણેા છે અને પુરૂષ વાણા છે. એટલે તાણાના દ્વારમાં એક સરખી વાણાની વણાટ ગુંથાય—સાહસ થાય તેાજ સુ ંદર વસ્ત્ર બની શકે–એકતાર થઈ શકે. આવી સુંદર વણાટ થવામાં તાણાવાણાના પ્રેમ ત ંતુ ( સુતર ) કાચાં નહિ જોઇએ અને વણકરનુ દીલ તેમાં રસખસ થઇ ગયેલુ જોઇએ. અકખરનુ` ચિત સેકડા સાળા ઉપર વણાટ કરવા લાગી રહ્યું હાય ત્યાં તેનાથી એક સુંદર પ્રેમાંબર વડ્ડાઇ જવાની આશા શા કામની ?
અકબર મને ચાહે છે, મારા પ્રત્યે પ્રેમ દર્શાવે છે એ પણ ત્યારે શુ આવા વહે ચાઅલેાજ પ્રેમ હશે કે ? હા, તેમજ. જે પેાતાની એક વખતની પટરાણીને પાછી યાદજ કરતા નથી તે હું રાંકની શું સાર કરે ? અમરસિંહુ મને ચાહે છે. પરંતુ તેમના પ્રત્યે પતિ તરીકેના પ્રેમ આપી શકતી નથી. મારૂં હૃદય કબરની પ્રેમ ચેષ્ટાએ ચાટયું છે. પર ંતુ તેમાં મુખતા છે. ત્યારે મારે શું કરવું ? - જન્મથીજ નીરાધાર થયેલી ખળાના કર્માંમાં રાજપત્નિનું સુખ માનવાની કલ્પના કરવી તે મારી ભુલ છે. મારે અકબરની આશા છેાડીજ દેવી જોઈએ.
ce
ચંપા અને પદ્માની વાતચિત દરમિયાન કુમળા આમ નવી નવી કલ્પના સૃષ્ટિના તરગામાં ગાથાં ખાતી ખેડી હતી. તે વિચાર નિદ્રામાં એટલી તેા રોકાઈ ગઈ હતી કે, પદ્માના જવાની પણ તેને ખબર રહી નહિં. પરંતુ તું ચંપાએ “ કેમ કમળા હેન, તમે અમસ્થાં તે પ્રેમ સુત્રની અહુએ આંટીએ ઉકેલવામાં રસ લ્યે છે ને આજે તદન માન કેમ બેસી રહ્યાં?” એવા પ્રશ્ન કર્યો, ત્યારેજ કમળાએ ચમકીને ચ`પા સામે જોયું તેની વિચારસૃષ્ટિ હવામાં ઉડી ગઇ ને ઠાવકી મની જઇ ખુલાસે કરવા લાગી. “ચંપા હેન, હું શું મેલુ. તમે તેા રાજ મારા પાસે વૈરાગ્યની વાતા કરી છે, અને જાણે સંસારની માયાજાળને ભેદીને કાઇ સાધવી શિરામણી સ્વર્ગ માંથી ઉતરી આવ્યાં હાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com