________________
[૫૬] ધર્મ સુરાજી અકબર. - વિજય કુમારના આવવાથી કમળા શરમાઈને ચાલી ગઈ અને ચંપા તેમને વળાવવાને વિવેક ભુલી, વિજયના બાહુમાં ઢળી પડી. .
પ્રકરણ ૨૪ મું.
આહુતિ. આજે કમળા સવારના બહુ મેડી ઉઠી હતી. કેમકે આગલા દિવસે ચંપાને નિવાસેથી આવવા પછી તેને શાંતિ થઈ નહતી, અને તે જ વિચારમાં મોડી રાત્રી સુધી નિદ્રા પણ આવી નહતી. એટલે અસુરે ઉઠવા છતાં નિદ્રાનું ઝેર ગયું ન હોવાથી આંખ લાલ થઈ ગઈ હતી. પોતાના મકાનમાં તે એકલી જ રહેતી હોવાથી પથારી ઉપર જ્યારે સૂર્યના કિરણે આવ્યાં ત્યારે તે બેબાકળી ઉઠીને નિત્ય કાર્યમાં ગુંથાઈ, પણ તેમાં તેનું ચિત ચુંટયું નહિ, ચંપાના સહવાસથી પોતે હમેશાં સવેળા ઉઠીને ઘર કામથી પરવારી એક સામાયિક કરી લેવાને ટેવાયેલી હતી. આજે આટલા કાર્યોથી ફારેગ થવા જેટલો સમય ઉંઘમાંજ ખાવા માટે તે કચવાઈ, અને પિતાનું કાર્ય પિતાને આપેજ છુટકે છે તેમ સમજી તેણે લથડતે હાથે પણ સાફસૂફ અને પાણી ગળવું વગેરે નિત્ય કાર્યોને ઉકેલી મૂકીને સામાથકમાં બેસવાને વિચાર કર્યો. પરંતુ પિતાના ચિત્તને શાંતિ ન હતી, અને જ્યાં એકસ સમયનું ઐક્ય કરવા તથા સભ્ય ભાવ ધરવાને છે તેવા સામાયકના કાર્ય માટે જરૂરની સમતાશાંતિ ન હોવાથી ચંપાને આવાસે જવાને તૈયાર થઈ અને જેવી પ્રવેશ દ્વારા પાસે પહોંચી, ત્યાં શહેનશાહ અકબરને પિતાને આંગણે આવતા જોયા એટલે વિવેથી કુરનસ બજાવી તેમના સાથે મકાનમાં પાછી ફરી.
બાદશાહ કઈ વખત આ તરફ નીકળી જતાં ચંપા અને કમળાના ખબર લેતે હતા એટલે તેમણે એક બેઠક ખંડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com