________________
[ ૧૭ ]
ધર્મજીજ્ઞાસુ અકબર.
“રાજન, અમારાથી ઉચકી શકાય તે કરતાં વધારે પુસ્તક કે કંઈ ઉપાધિ અમે રાખી શકતા નથી. પુસ્તકે એ જ્ઞાન છે તે ખરૂં, પરંતુ તેમાંએ અમારે મેહ સ્થાપવા તે ત્યાગને લજાવનારું છે. માટે એ સંગ્રહ હું જવાને લાભ લઈશ પરંતુ મારે તે રાખી લેવાની જરૂર નથી.” સૂરીજીએ આચાર સમજાવ્યું.
સૂરીજીના આ જવાબથી બાદશાહને સંતેષ વળ્યો નથી તેમ અબુલફજલ સમજી ગયા, તેથી તે વચ્ચે બેલી ઉઠયે. “સૂરી મહારાજ, આવા ઉત્તમ જ્ઞાનના ગ્રંથને એગ્ય પાત્ર વિના બીજાને બતાવવા તે પણ નકામા છે. એટલે જે આપ તેને નહિ સ્વીકારે, તે આટલા વખતથી ભંડારમાં પડી રહેલા
પછી શું કામના ? આપ જેવા પાત્રના હાથમાં તે વસ્તુ મુકાવાથી જરૂર લાભનું કારણે થશે; અને નામવર બાદશાહની એક માગણી સ્વીકારવાથી તેમને પણ બહુ સંતેષ થશે. માટે કૃપા કરી આ વાતમાં આનાકાની છેડી દેવા મારી નમ્ર પ્રાર્થના છે.”
શ્રી હીરવિજ્યસૂરિએ અંતે તે ગ્રંથ ભંડાર એવી રીતે સ્વીકારવાને જણાવ્યું કે-“ભલે, એ ભંડાર હું સ્વીકારીને થાનસિંહને વ્યવસ્થા માટે સેંપીશ અને તે આગ્રામાં શહેનશાહ અકબરના નામથી જ તેને લાભ સર્વ કેઈ લઈ શકે તેમ ખુલે મુકવામાં આવશે.”
આજનાથી બાદશાહને બેવડે સંતોષ થયે અને સૂરિ મહારાજની નિઃસ્વાર્થવૃત્તિ માટે પ્રશંસા કરતાં સે છુટા પડયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com