________________
[ ૩૬ ]
ધર્મ જજ્ઞાસુ અકબર.
આવનાર છે એ હકીકત સાંભળીને તેની પ્રત્યેક રાણીને આનદ થવાજ જોઈએ; પરંતુ પદ્માએ અકબર માટે પેાતાના મનમાં એટલા તે હલકા અભિપ્રાય બાંધી લીધા હતા કે તે અકબરને પેાતાના દુર્દેવને લીધેજ મળેલા પતિ સ્ડમજતી હતી. જ્યારે અકબરની સાથે તેનું લગ્ન થયું, ત્યારે પણ તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા પદ્માના મનમાં નહેાતી; પરંતુ તે સમયે તેના પિતાના ન્હાના સરખા રાજ્યને અકમરની સહાય લીધા વગર ચાલે તેમ નહેાતું અને કેવળ પિતાના કલ્યાણાર્થે જ તે અકખર સાથે લગ્ન ગ્રંથિથી જોડાવા માટે તૈયાર થઇ હતી; પરંતુ તેના આ આત્મયજ્ઞના ઝાઝે ઉપયાગ થયા નહિ; કારણ કે તેનું લગ્ન થયા પછી અલ્પ સમયમાંજ તેના પિતા મરણ પામ્યા. તે માસવિહીન થઈ ગઈ. પદ્માના હૃદયમાં અકખર માટે પ્રેમના અંશ સુદ્ધા નહાતા એટલુ જ નહિ, પરંતુ અકખર પ્રત્યે તેના મનમાં દ્વેષ ભાવ હતા એમ કહેવામાં કંઈજ હરકત નથી.
આ દ્વેષ ઉત્પન્ન થવાનું કંઈ ખાસ કારણ નહાતુ; તે પણ અકબરની ધાર્મિ ક વલણના ભળતાજ અ કરવાથી પદ્માનુ મન અખર પરથી ઉડી ગયું હતું. “ અકબરની હિન્દુ ધર્મ પ્રત્યેની લાગણી કેવળ ખાહ્ય છે અને તે ઇસ્લામી ધર્મનાજ પ્રચાર કરવા ઈચ્છે છે. રાજપૂત તરૂણીઓને મુસલમાને સાથે પરણાવવાથી અને યાવની સ્ત્રીઓને રાજપૂતે સાથે પરણાવવાથી કંઈ હિન્દુ ધર્મના પ્રચાર થતા નથી; પરંતુ ઉલટું અહારથી ધાંધલ નહિ મચાવી મૂકતા છુપીરીતે ઇસ્લામી ધર્મ ના પ્રચાર કરવાની અકમરની આ એક ગુપ્ત યુક્તિ છે. ” એવા એવા વિચારાને લીધે ઘણા ખરા હિંદુઓ અકબરને અંત:કરણ પૂર્વક ધિક્કારતા હતા. પદ્માની પણ તેવીજ સ્થિતિ હતી. પેાતાના જેવી રાજપૂત સ્ત્રીઓની સાથે લગ્ન ગ્રંથિથી જોડાવામાં હિંદુધર્મ નામાવશેષ કરવાનાજ અકબરના આંતિરક હેતુ છે, એવી તેની પક્કી ખાત્રી થઈ ચુકી હતી અને તેથીજ અકબર સાથે તેને ખનતું નહાતુ, અકબર પણ તેના આ બધા વિચારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com