________________
[૧૩૬
ધર્મ જ્ઞાસુ અકબર. આવી છે તેથી કદાચ ઉપકારની લાગણીથી પક્ષ કરવી હોય, પરંતુ જ્યાં જાતિ કલ્યાણની વાત આવે છે ત્યાં આ પક્ષ નભાવી શકાય નહિ. અકબરનું સૈનિક બળ મોટું છે એ ખરું છે, પરંતુ તેની ગેરહાજરીમાં એ સૈન્ય જરૂર આપણા પક્ષમાં ઉભુ રહેશે. તેમજ જે રજપુત રાજાએ તેના તાબામાં પડ્યા છે, તે પિતાના જાતિ ભાઈઓ માટે ઉછળી ઉઠશે. એમ મારૂ હદય સાક્ષી પુરે છે. માટે હવે આપણે નામર્દ થઈને બેસી રહેવું તે મને ઠીક લાગતું નથી.”
અમરસિંહના દ્વેષપૂર્ણ વિચારોથી માનસિંહ અને બીરબલનું લેહી ઉછળી આવ્યું. તેણે કોધના આવેશમાં પિતાને હાથ પોતાની તરવારની મુઠ તરફ ફેરવ્યો. પણ પૃથ્વીસિંહે તેમની આ ઉતાવળી હીલચાલ તરફ કટાક્ષ કરી તેને શાંત રહેવા આજ્ઞા કરી અને અમરસિંહ તરફ ફરી કહ્યું–“રાજપુત પ્રજાના કલ્યાણ માટે તમારા હૃદયમાં ઉંડી દાઝ છે તે જોઈને મને આનંદ થાય છે. જો કે અકબરનું અંતઃકરણ જાણવાને આપણે વધુ પ્રયત્ન કર્યો નથી, છતાં તમે કહે છે તે વાત સાચી માનીયે તે પણ આપણે તેમના સામે યુદ્ધ જાહેર કરીને જીતી શકીશું નહિ. તે પછી તેને નાશ કેવી રીતે કરે તે માટે વિચાર કરવાની જરૂર છે.”
ઘણુંજ સહેલાઈથી” અમરસિંહે પિતાને પક્ષ સબળ થતે જોઈ હર્ષથી કહ્યું-“અકબર વખતે વખત એકલે ભટકવા નીકળી પડે છે, તેવા વખતે તક જોઈને તેને શિરછેદ કરી નાંખવે તે કંઈ મુશ્કેલ સ્વાલ નથી.”
ખુન ! સુતા સિંહને જગાડીનેજ શિકાર કરનાર રાજપુતના મેં એ ખુનની વાત મને બહુ શરમાવનારી લાગે છે, જે બાદશાહ શાંતિથી સુતા વિના પ્રજાના સુખ-દુ:ખ જાતે જેવાને ફરતે ફરે છે, જે નવા નવા ભજન જમવામાં મશહુર ન થતાં પ્રજાના રક્ષણ માટે પરિસહ સહન કરવામાં આનંદ માને છે. તેને તુચ્છ સ્વાર્થ ખાતર મારી નાંખવા છુપી રીતે જવું તેજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com