________________
[૧ ] ધમ જીજ્ઞાસુ અકબર. નથી, તે તે માટે મારે હઠ કરવાની જરૂર નથી. તું નિરાધાર છે, છતાં તારું ચારિત્ર્ય ઉચ્ચ છે; એટલે તારી જાતિ માટે મને હલકે પડવાને ભય નથી. જે તું મારી પ્રતિષ્ઠાના રક્ષણ માટેજ આત્મસંયમ આદરી રહી છે, તે તે ભીતિ કાઢી નાંખજે. અને જે હજુ પણ તારું હદય મારા પ્રત્યે ખેંચાય તો વિના સંકેચે યાદ કરજે. તું બાળા છે, એટલે એકાંત જીવનને ભય દુર કરવા, તારા સ્ત્રી જીવનને સંરક્ષિત કરવા તથા સંસાર યાત્રાને સાથી શોધવાની તને જરૂર પડશેજ. આ પ્રસંગે નારા મનને ફરી પુછી જોજે. અને જે તે સ્થાન માટે અકબર તને વિશ્વાસ પાત્ર જણાય તે બોલાવજે. હાલ તે જઉં છું.” આટલું કહી અકબર ત્યાંથી રવાના થઈ ગયે.
અકબર બહાર ગયે ત્યાં સુધી કમળા તેના પાછળ જોઈ રહી, પરંતુ તે દષ્ટિથી દૂર થયે એટલે તેને આવેગ ખસી ગયે. તેનું હૃદય ભરાઈ આવ્યું. આખામાં અશ્રુધારા વહેવા લાગી અને કપાળે હાથ દઈ શૂન્ય અવસ્થામાં બેસી ગઈ.
પવનની કેટલીક લહેરીઓ પસાર થઈ જવા પછી જ્યારે તે સચેત થઈ, ત્યારે લગભગ દિવસને પ્રથમ પ્રહર વીતી ગયે હિતે. અસ્વસ્થતામાં વિખરાઈ ગયેલા વાળ સમા કરી તે ઉઠી, અને ગઈ ગુજરી ભૂલી જઈ રઈમાં જોડાવા ધાર્યું. પરંતુ તેની ભૂખ મરી ગઈ હતી. ઉત્સાહ મંદ પડ્યો હતો અને ચિત્ત વ્યગ્ર બન્યું હતું; તેથી રસોઈ કરવાનું માંડી વાળી એારડામાંજ બેસી રહી
અકબર આટલે ઉતાવળે તેના શબ્દને માન આપી ચાલ્યો ગયે તેથી તેને આશ્ચર્ય સાથે માન ઉત્પન્ન થયું. તેણે વિચાર્યું કે–“ભારતને સરદાર ધારે, તે મને ક્ષણ માત્રમાં પિતાને આધીન થવાને ફરજ પાડી શકે તેમ હતું. વર્ષ અત્યારે તે તેની મદદ અને સ્વાનુભૂતિ ઉપરજ મારું જીવન
છતાં કેવળ મારી લાગણીને માન આપીને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com