________________
[ પર ]
ધુમ જીજ્ઞાસુ અકબર
મકરણ ૮ યુ.
પરીપકાર કે આત્મસ્વાર્થ ?
અમરસિંહ અને ત્રણ રાજપુત સ્વાશ અમરસિહુના ઘેર આવી પહોંચ્યા ત્યાંસુધી ચુપચુપ ચાલ્યા કર્યું; પૃથ્વીસિહુના મિત્રા માત્ર માર્ગમાં આપસ આપસમાં ધીમે સ્વરે વાતચીત કરતા હતા. માર્ગીમાં ચાલતાં ચાલતાં પૃથ્વીસિ ંહ અમરસિંહને પેાતાના મિત્રાના નામ માનસિંહ અને બીરબલ હતાં એમ જણાવ્યું હતું.
અમરસિંહનુ ઘર એક જુના પડી ગયેલા ખ’ડીએરમાં હતું. પોતાના ગૃહના દ્વાર પાસે આવી પહોંચ્યા પછી અમરસિંહજી પૃથ્વીસિંહને ઉદ્દેશીને એક્લ્યા: “ પૃથ્વીસિંહ ! મ્હારા ગૃહની અંદર પ્રવેશ કરતાં પહેલાં હજી એકવાર વિચાર કરી, અમરસિંહ અકમરની વિરૂદ્ધ ચળવળ કરનારા રાજપૂત હાવાથી તેના ગૃહમાં પ્રવેશ કરવા એ કઇ રમત નથી. જો કે હું અંત:કરણથી રાજદ્રોહી નથી, પરંતુ રાજપૂતાના કલ્યાણાર્થે મ્હારા તરફથી થતા પ્રયત્નાને રાજદ્રોહનુ સ્વરૂપ અપાય એવા સંભવ છે, અને તેથી મ્હને સહાય કરતાં પૂર્વે તમારે અને તમારા મિત્રોને માટે હજી પણ એક વખત વિચાર કરી લેવાની જરૂર છે. જ્યાંસુધી મ્હારા ગૃહમાં તમે પ્રવેશ કર્યો નથી, ત્યાંસુધી અહીંથી પલાયન કરી જવાના રસ્તે તમારા માટે ખુલ્લા છે. એકવાર મ્હારી મઢે આવ્યા પછી જીંદગીભર મ્હને એક સરખી રીતે તમારે મદદ કરવાના સાગન લેવા પડશે. પાછળથી પશ્ચાત્તાપ કરીને હતાશ હ્રદયે મ્હને સહાય કરવા કરતાં અત્યારે મ્હારાથી દૂર રહેશેા તે હું વધારે પસદ કરીશ. ”
“ પરંતુ અમારા નિશ્ચય માટે શંકા લાવવાનું કઇ પ્રયાજન નથી. તમારા જેવા પરાપકારી પુરૂષના નિવાસ સ્થાનમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com