________________
નેહ સંધાન.
[૧૭] “જો આરામ આવશે તે હું જીવીશ ત્યાં સુધી આપની સેવા કરીશ. પણ નાથ, હુને લાગે છે કે હું મરણ પામીશ. મૃત્યુ પામતાં પહેલાં મહુને મ્હારા અપરાધ બદલ ક્ષમા મળે તે હું સુખેથી મરીશ. કદાચ આપને હારા પર કંટાળો આવ્યું હશે, આપ મને ધિક્કારતા—”
“આવું બોલીને મહારા હદયને વધારે દુ:ખિત ન કર!” અકબર વચેજ બોલી ઉઠયે. “હાલી ભૂત કાળને વિસરી જા ! હવે હારા અને મહારા હદયનું ઐક્ય થાય એ ઈશ્વરી આદેશજ છે. દેવિ, આજે તે હવે પ્રાણુદાન આપીને હું મારી આંખ ખોલી નાંખી છે. એટલું જ નહિ, પરંતુ હું મારા પર અનંત ઉપકાર કર્યો છે. હવેથી આપણે ભિન્ન રહી શકીશું નહિ.”
એટલું બેલીને બાદશાહ શાન્ત રહ્યો એટલે પદ્મા સંતેષપૂર્ણ સ્વરે બોલી. “હાશ! હવે મને નિરાંત વળી. હવે હું સુખેથી મરીશ. આપની સેવા કરવાની હારા અંતરમાં રહેલી ઈચ્છા આજે પાર પડી છે. આપના પ્રાણ બચાવવાની ઉત્તમ તક હુને ઈશ્વરે જ આપી!”
પહ્માથી આગળ બોલાયું નહિ. તેના ચક્ષુ અશ્રુથી ભરાઈ આવ્યાં.
અકબરે તેને હાલિંગન આપીને કહ્યું “પમા ! તું અત્યારે નિદ્રા લે! તારા મન અને શરીરને જે આઘાત થયા છે તેને શાંત નિદ્રાના આશ્વાસનની જરૂર છે.”
એ ખરું છે, નાથ! પણ આપને અત્યાર સુધી આ રામજ માન્ય નથી. દિવસ રાત્રીના સતત પરિશ્રમથી આપને પણ આરામની તેટલી જ જરૂર છે. માટે આપ પલંગે પધારે, હું આપની સેવા કરી પાવન થાઉ” એમ પદ્માએ પ્રાર્થના કરી.
નહિ, અત્યારે તને આરામની જરૂર છે.”એમ કહી અકબરે તેને પલંગમાં સુવાડી અને પોતે પણ નિદ્રામાં પડે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com