________________
[૪૬] ધર્મ છાસુ અકબર. રહ્યો હતે. તે નગરના રાજકુમારે પિતાના પિતા તરફથી દર મહિને મળતી રકમ ઓછી પડવાથી પિતાને વધારે જમીન અપાવવા બદલ મંત્રી માર્કત પોતાના પિતાને વિનંતી કરી. મંત્રીએ રાજકુમારની માગણી પૂર્ણ કરવા માટે રાજાને ઘણું ઘણું સમજાવ્યું, પરંતુ રાજા એકને બે થશે નહિ. તેણે પ્રધાનને કહ્યું કે, “જે પુત્ર પોતાના પિતાની કમાઈમાંથી જ પિતાને ઉદર નિર્વાહ ચલાવે છે તે સર્વદા ટાઢું ખાનારે અર્થાત્ નિર્બળ ગણાય છે. પિતાનાં આવાં વચન સાંભળીને રાજકુમારને ચાનક ચડી ને તેણે પિતાનાં પિતાના રાજ્યની હદને ત્યાગ કરીને ભૂજ બળથી ભાગ્ય પરીક્ષા કરવાને પિતાના મનમાં દઢ નિશ્ચય કર્યો. તુર્તજ તેણે પિતાનાં અંગપરનાં કપડાં બદલી નાખ્યા અને શ્યામવર્ણ પોષાક પહેરીને રાજમહાલય છોડીને ચાલ્યા જવા લાગે.
- આ રાજકુમાર અને ઓહડની વચ્ચે મૈત્રિને સંબંધ હતું. તેણે જતાં જતાં પિતાના મિત્ર એહડને મળવાને નિશ્ચય કર્યો તરત જ તે એહડની દુકાન તરફ વળ્યો. આ પ્રસંગે ઉપર જણાવ્યું તેમ હડ પણ ચિન્તામગ્ન સ્થિતિમાં દુકાનમાં બેઠો હતું. રાજકુમારને આમ અચાનક પિતાની દુકાને આવતા જોઈને એહડને આશ્ચર્ય થયું તેમાં પણ તેના અંગપરનાં શ્યામ વસ્ત્રો જોઈને તેણે ઉઠીને આવકાર આપતાં પૂછયું!– “આજે આવાં શ્યામ વસ્ત્ર પહેરીને કયાં જવા નિકળ્યા છે?” “ભૂજબળથી ભાગ્ય પરીક્ષા કરીને હવે આપ કમાઈ ખાતાં શીખવું છે. પિતાના રાજ્યની હદ આજથી સદાને માટે તજી જવાને મહેં દઢ નિશ્ચય કર્યો છે.” રાજકુમારે કહ્યું.
દુખીઆને દુખીઆ મળતાં દુઃખએણું થતું નથી, પરંતુ દિલાસે તે મળે છે જ. એહડની ઈચ્છા પણ હવે શ્રીમાલનગરમાં રહેવાની નહોતી, તેણે રાજકુમારની સાથે શ્રીમાલનગરને ત્યાગ કરી જવાને નિશ્ચય કર્યો. અને રાજકુમારને પિતાની ઈચ્છા જણાવી. રાજકુમારે તેના વિચાર પ્રત્યે સંમત્તિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com