________________
[૧૬] ધમ જીજ્ઞાસુ અકબર ગયે છું. પિતાને સ્વાર્થ સાધવાના ઉદ્દેશથીજ તે હને તે વાત જણાવી નહિ હોય! કારણ કે આજદિન સુધીમાં સૂરિમહારાજ અહિં આવ્યા નહિ હોવાથી જે તેઓ અહિં આવે તે તેમની સેવા-સુશ્રુષા કરવાનો લાભ લ્હને પ્રાપ્ત થાય.
હારા આમન્ત્રણને લીધે તેમજ હારા જાતિભાઈઓને વિશેષ લાભ થાય છે તેથી હું ઘણેજ આનંદિત થાઉં છું.”
બાદશાહના ઉપરોક્ત વચને સાંભળીને સે મોટેથી હસવા લાગ્યા.
આપની સાથેનાં અન્ય માણસે ક્યાં છે?” અકબરે આચાર્ય તરફ ફરીને પુછયું.
અમે બધાંએ અહિંથી બે કેશપર સ્થીરતા કરી છે. હું સહેજ ફરતે ફરતે આટલે સુધી આવી પહોંચે એટલામાં અચાનક રીતે મહે અહિં માણસોની મેદની જોઈ. જો કે આવા તમાસામાં રેકાવું તે અમારા આચારથી વિરૂદ્ધ છે; પરંતુ આ પના પ્રાણ હરવાનું કારસ્થાન અનાયાસે મહારા જાણવામાં આવ્યું અને તેથી જ હું પણ મેદનીમાં દાખલ થયે ને ત્યાર પછીની હકીકત તે આપ જાણે જ છે.”
“મહારાજ ! મહારા પ્રાણ હરવાનું કાવત્રુ આપના જાણવામાં શી રીતે આવ્યું અને કાવત્રા ખરે કોણ કોણ છે, તે વિષે આપ કંઈપણ ખુલાસે કરશે?”
બાદશાહ! એ હકીક્ત હું સ્પષ્ટ કરવા ઇચ્છતું નથી.”
આચાર્યશ્રીની અનીચ્છા જાણીને અકબરે તે માટે વિશેષ કંઈપણ પૂછપરછ કરી નહિ. થોડીવાર મૌન રહ્યા પછી અકબર થાનસિહને ઉદ્દેશીને બે: “થાનસિંહ ! આચાર્યશ્રીની સાથેના તમામ. માણસને માનપૂર્વક ધામધુમથી આવતી કાલે સિકિમાં લઈ આવો અને આચાર્ય શ્રી માટે શહેરમાં મુકામની વ્યવસ્થા કરે.”
“બાદશાહ ! આજે અહિંથી હું હારા મુકામ તરફ જ જઈશ. આવતી કાલે અમે બધાં શહેરમાં સાથે આવશું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com