________________
[૩] ધમ જીજ્ઞાસુ અકબર. પરંતુ તે પ્રેમ પિતા તરીકે હતે. અમરસિંહમાં પુત્રી પ્રેમને સ્થાને પત્નિ પ્રેમ વ્યક્ત થતું જાય છે તેમ તે સમજી ગઈ હતી, પરંતુ તેમના પ્રાથમિક ઉપકારની યાદથી તેણે અમરસિંહને ઉતાવળે ખુલ્લે પ્રતિકાર કર્યો નહતો.
અમરસિંહે માની લીધું કે કમળા રાજમહાલયમાં વસી આવ્યા પછી તે મારા સત્તાહિન જીવન સાથે જોડાવામાં અપૂર્ણતા જેતી હશે આ કલ્પનાએ અમરસિંહમાં સત્તાની આકાંક્ષા જાગૃત કરી. તેણે વિચાર્યું કે જે બાદશાહ અકબરને ઉડાવી, દેવામાં આવે તે પોતે સત્તાધિશ થઈ શકે. આ ઉપરથી તેણે પિતાના મંડળના કેટલાકને અકબરનું કાસળ કાઢવાના લાભ સમજાવી પોતાના પક્ષમાં લીધા અને પછી એ વાતને અમલમાં મૂકવાના હેતુથી મંડળમાં રજુ કરવા નિર્ણય કર્યો.
ચતુર્થીના દિવસે નિયમિત મંડળી મળી જેમાં સર્વે સભાજને હાજર થઈ જવા પછી અમરસિંહે પિતાની વાત છેડતાં કહ્યું—“ આપણે ઘણા વખતથી ગરીબ રજપુતેના દુ:ખ ટાળવાને પરિશ્રમ કરી રહ્યા છીએ, પરંતુ હજી તેમાં સફળ થયા નથી. અકબરની આપણું પ્રત્યે લાગણું છે તેથી આપણને દાદ મળશે તેવી આશામાં આટલે વખત આપણે ખેઈ નાંખે છે અને હજી પણ આમને આમ વિચારમાં બેસી રહેશું તે જીંદગી ચાલી જશે. માટે જે તમને સિકિના રાજપુત કુટુંબોના દુઃખ માટે અંત:કરણથી લાગી આવતું હોય તે આપણે કાર્યનું સુકાન બદલવા જરૂર છે.” - “તે ખરૂં છે. પરંતુ આપણે બીજે કયે માર્ગ લે તે કહેશો કે?” જીર્ણસિંહે પૂછયું.
“વાત કરવી છોડીને કાર્ય કરવું તેજ હિતકર માર્ગ છે. અકબર હિંદુ પ્રજાને ધર્મની વાત કરી લલચાવી શકેલ છે, એટલે આપણે આપણું બળ વધારી શક્તા નથી. પરંતુ જે તેને ઠાર કરવામાં આવે તો આપણે તખ્ત હાથમાં લઈને રાજપુત પ્રજાને ઉદ્ધાર કરી શકીયે ” અમરસિંહે માર્ગ દર્શાવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com