________________
[૧૭] ઘમ જીજ્ઞાસુ અકબર
એ મારી ફર્જ છે. તેઓ રાત્રી દિવસ ચિતા વેઠીને સુખે નિદ્રા પણ ન લ્ય, અને હું શાંતિથી બેસી રહું, તે પછી મારો સ્ત્રીધર્મ ચુકું છું. હું તેમની સહચરી સેવિકા કે અર્ધાગના ત્યારેજ હાઈ શકે કે તેમના સુખે સુખી, ને તેમના દુઃખે દુઃખી થતી હોઉં. આજથી મારે તેમના આરામ વિનાને આરામ નક્કામે છે. હું તેમને પગે પડીને પણ તેમની ચિંતા જાણી લઈ, તેમને ભારે ઓછો કરવામાં મારે પ્રાણ આપીશ, ત્યારે જ મને શાંતિ થશે.” આટલો વિચાર થતાં તે ઉઠીને કપડાં સમાં કરવા લાગી.
રાણુને એકાએક આમ તૈયારી કરતાં જોઈ જાલેખાં આશ્ચર્ય પામી. અને ઘુટણુએ પડી અરજ કરવા લાગી–“નામવર મહારાણ, અત્યારે અર્ધરાત્રિએ આ શી તૈયારી કરે છે ? આપ આરામ લે. નહિતો સવારના તબીયત બગડી જશે. આપનું શરીર આટલું બધું ચિંતામાં મુકાઈ ગયું છે, તેમાં ઉજાગરા કરવાથી વધારે નુકશાન થવાને ભય રહે છે. માટે આપ સુઈ જાઓ, હું આપની ચરણચંપી કરૂં છું.”
પાએ કંઈ જવાબ આપે નહિ, પરંતુ અત્યારે કયાં જવું, તેનહિ સુઝવાથી પાછી પથારીમાં પડી. એટલે જુલેખાં તેની સારવાર કરવા લાગી અને પંખે લઈને વાયુ ઢળવા લાગી. શારીરિક અને માનસિક નિર્બળતાને લીધે ડીવારે રાણીની આંખે મિચાઈ, એટલે જાલેખાએ તેના અંગપર એક 'શાલ ઓઢાડી દીધી.
પવાની આવી સ્થિતિ શાથી થવા પામી હતી તે ચતુર લેખાં જાણતી હતી. તેથી તેણે પદ્માને સુવાડીને બાદશાહ આવી પહોંચ્યા છે કે કેમ તે બદલ પુન: એકવાર ખાત્રી કરી આવવાને પિતાના મનમાં વિચાર કર્યો. કદાચ દેવગે બાદશાહને મેળાપ થાય તે પદ્યાની પરિસ્થિતિ તેને સ્પષ્ટ કહી સંભળાવવાને વિચાર પણ લેખાએ કર્યો અને તેમ કરતાં બાદશાહ ગુસ્સે થાય તે સહન કરવાનો નિશ્ચય કરીને, તેણે અકબરના ખાનગી દિવાનખાના તરફ જવા માટે નીકળી પડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com