________________
નેહ સંધાન.
[૧૭]
પ્રકરણ ૨૬ મું.
સ્નેહ સંધાન. કમળાના અચાનક મરણ થવાના ખબર પદ્માને પણ મળ્યા હતા. તેને એ ખબર નહોતી કે આગલા દિવસની હકીકત જાણીને કમળાએ પદ્માના પ્રેમને પુનઃજીવન આપવાની યાચના સાથે પોતાના પ્રેમની આહુતિ આપી છે. તે નહોતી જાણતી કે આ મરણ એ પદ્માના પ્રેમયજ્ઞમાં કમળાનું થયેલું બલીદાન છે. તે પણ એક સખીતરીકે આ ખબરથી તેને દુઃખ થયું. બાદશાહની ઈતરાજી વચ્ચે આશ્વાસનનું એક બારણું બંધ થયું તેટલું તે તેને જરૂર લાગી આવ્યું. અને તેના ગુણ સ્મરણની ધૂનમાં નિદ્રા પણ આવી નહિ. લગભગ અર્ધરાત્રિ પસાર થવા છતાં તેની આંખે ન મળવાથી તે બેઠી થઈ, ને દાસીને બુમ મારતાં કહ્યું “જુલેખાં !”
દાસી લેખાં ત્યાં પદ્માની પથારી નજીકજ બેસી રહી હતી, તે બેલી ઉઠી. “જી, બેગમસાહેબા ! કેમ આપની નીંદ ઉડી ગઈ છે? કંઈ આજ્ઞા હોય તે ફરમાવે.”
બાદશાહ હજુરની સ્વારી મહેલમાં છે કે?” પદ્માએ પૂછયું.
નહિ, હમણાંજ પહેરેગીરથી મેં જાણ્યું છે કે નામવર બાદશાહ હજુ મહેલમાં પધાર્યા નથી. ” દાસીએ ખુલાસો કર્યો.
પદ્મા પુનઃ પથારીમાં પડી–પડી વિચાર કરવા લાગી. અનંત સત્તા અને વૈભવ છતાં બાદશાહ જરૂર આજકાલ બેન્ન રહે છે. તેઓ હમેશાં મેડી રાત્રી સુધી, કે કઈવાર આખી રાત્રી મહેલમાં પધારતા નથી, તે પછી મને નહિ મળી શકવામાં તેમને દોષ દે એ મારી ભૂલ છે. મારે જેમ તેના સુખ વૈભવમાં ભાગ છે, તેમ તેમના દુ:ખ કે ચિંતામાં પણ મારે લેગ આપવો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com