________________
[૫૦] વર્મજીવાણુ અકબર ચુંક્ત ત્રણે મુનિઓને વિદ્યાભ્યાસ માટે જે કંઈ ખર્ચ થતું તે ત્યાંના રહીશ દેવશી શાહ અને તેની સ્ત્રી જસમાઈએ પુરૂ પાડયું હતું.
હીર વિદ્યાભ્યાસ કરી આવ્યા પછી જેમ જેમ તેની રેગ્યતા વધવા લાગી તેમ વિજયદાન સૂરિજીએ તેમને “પંડિત પદ” “ઉપાધ્યાય પદ” વગેરે પદવીઓથી વિભૂષિત કર્યા હતા. ત્યારપછી સં. ૧૯૧૦ના પિષ શુદિ ૫ના દિવસે શહીમાં તેમને સૂરિપદ (આચાર્યપદ)આપ્યું હતું અને ત્યારથી તેઓ હીરવિજયસૂરિજી કહેવાયા.
ઉપર અમે જણાવી ગયા તે પ્રમાણે આચાર્યપદ પ્રાપ્ત થયા પછી બાર વર્ષે એટલે સં. ૧૯૨૨ ના વૈશાખ સુદિ ૧૨ ના દિવસે હીરવિજયસૂરિના ગુરૂ શ્રીવિજયદાનસૂરિને વડાવલી મુકામે સ્વર્ગવાસ થયે એટલે સંધને સઘળો ભાર સૂરિ જીના શિર પર આવી પડ. | વિક્રમની સેળમી શતાબ્દિને સમય આખા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં તે લગભગ અરાજક્તા જેજ હતો. પરિણામે પ્રાન્ત સૂબાઓ પ્રજાને રંજાડવા કે હેરાન કરવામાં કંઈજ કચાશ રાખતા નહોતા. ગુનેહગાર કે બિન ગુનેહગારની તપાસ કર્યા વગર કે જઇને કાન ભંભેરતું તે ઝટ વેર ટે કાઢતા અને તેમને પછી તે સાધુ હોય કે ગૃહસ્થ તે પણ કષ્ટ આપવું એજ પિતાની હકૂમતનું ચિહ્ન સમજતા હતા. આથી સારા સારા સાધુઓને પણ કોઈ કઈ વખતે આપત્તિઓમાંથી પસાર થવું પડતું હતું.
આપણી નવલકથાના નાયક આચાર્ય હીરવિજયસરિઇને પણ તે સમયની નાદિરશાહીને લીધે કેટલુંક સહન કરવું પડ્યું હતું. આ સંબંધમાં તેમના પ્રાથમિક જીવનને વધારે નહિ તે એકાદ પ્રસંગ પણ આ સ્થળે આપવાનું અમે ઉચિત ધારીએ છીએ.
વિ. સં. ૧૯૩૦ (ઈ. સ. ૧૫૭૪) માં જ્યારે સૂરિજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com