________________
=
શદ્ધ
[ ૭૬ ]
ધર્મ જ્ઞાસુ અકબર. અને એકાદ પુરૂષને બદલે “શાહજાદા સલીમ” એ મૂકીએ તે ?” ફજલે સ્મિત કરતાં પૂછયું.
આ શબ્દ સાંભળતાની સાથેજ શાહજાદાની મુખમુદ્રા રક્તવર્ણ થઈ ગઈ. પિતાની પ્રેમકહાણ વડીલે જાણે છે, ત્યારે પ્રત્યેક તરૂણ કિંવા તરૂણીઓના મુખમંડળ પર લજા, રક્તતા ચમકવા લાગે છે. એટલું જ નહિ પરંતુ તત્કાળ તેમનાં હૃદય ધમકવા લાગે છે. શાહજાદો સંપૂર્ણ રીતે ગભરાઈ ગયે. કજલ પોતાને મર્મ કળી જશે એવું તેણે સ્વને પણ ધાર્યું નહતું. પરંતુ બાહ્ય દષ્ટિથી અરસિક અને શુષ્ક જણાતાં ફજલે પોતાની રસિકતા વ્યક્ત કરી, તેથી શાહજાદાની સ્થિતિ ઘણી વિચિત્ર થઈ પડી. અંતે ફજલે બોલવાનું શરૂ કર્યું.
રાજકીય કારમાં વિક્ષેપરૂપ થઈ પડે તેવું કાર્ય આપના હાથથી ન થવા પામે તે ઘણું સારૂં શાહજાદા આપ નામવરની * કાન પ્રત્યે સારી શ્રદ્ધા જણાય છે. પ્રત્યેક ધર્મમાંથી સત્યા
ન્વેષણ કરીને પ્રત્યેક વિચારેની સેટી કરીને તેની પરિક્ષા લેવાની જે ઈચ્છા જહાંપનાહને અહર્નિશ થયા કરે છે તે—”
એટલે? પિતાશ્રી કરાનની આજ્ઞા પ્રત્યે શ્રદ્ધા નથી ધરાવતા કે શું ?” આશ્ચર્ય પામતા સલીમે પૂછયું.
સલીમે આ પ્રકન કેજલને સહજ મેટેથી પૂ. હતો. તેને તે પ્રશ્નનું શું પરિણામ આવશે તેની જે તેને માહિતી હેત તે તે ફજલને આ પ્રશ્ન પૂજતજ નહિ.
વાંચનારા ચાલે આપણે આ બાજુ પદ્યાની સ્થિતિનું અવલોકન કરીએ. જુલેખાં હમણા આવશે, ઘડી પછી આવશે, એમ માર્ગ પ્રતીક્ષા કરતાં કરતાં લગભગ અઢી ઘટિકા વીતી ગઈ મન અને પાંચ ઇન્દ્રિયોને સંબંધ એ નિકટ છે કે મનમાં જે પ્રકારને અને જે પ્રમાણેને વિકાર થાય તે પ્રમાણેની અને તેવાજ પ્રકારની વિકૃતિ પાંચ ઇન્દ્રિયો અનુભવવા માંડે છે.
જુલેખાને પાછી આવતાં વિલંબ લાગવાથી જ્યારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com