________________
વેરની વસુલાત.
[ ૯૫ ]
રાશમાં ને રાશમાં તેણે પાતાનાં એક એ કપડાં ફાડી પણ નાંખ્યાં અને પછી પેાતાની શય્યા પર જઈને પડયા અને પેાતાની આ હિલચાલની માહિતી અકખરને શી રીતે મળી અને ખુદ બાદશાહ આજે ચંપાના એકાન્તવાસમાં શી રીતે આવી ચઢ્યો તેના વિચાર તેના મનમાં ઘાળાવા લાગ્યા. રાજકુમારના રંગીલા સ્વભાવ અકબર સારી રીતે જાણતા હેાવાથી, તે કાઇપણ સ્ત્રીના મેહમાં પડે નહિ તે માટે અકબર બહુજ સાવધાનતા રાખતા હતા, એ વાત સલીમ સારી રીતે જાણતા હતા. એટલુ જ નહિ; પરંતુ સલીમના દુરાચરણની માહિતી મળતાંજ અકબર તેને ચેાગ્ય શાસન કર્યો વગર રહે તેવા નહાતા, એવી પણ સલીમની પક્કી ખાત્રી હતી. રાજકુટુ ખમાંની પ્રત્યેક વ્યક્તિએ પાતપેાતાની મર્યાદા સંભાળીને વવું જોઇએજ એવા અકબરના સમ્ર હુકમ હતા. સલીમ પણ પેાતાના આચરણની અકખરને માહિતી ન મળે તે માટે બહુ ચોકસાઇ રાખતે હતા; છતાં આ ખખર તેને કેમ પડી હશે તે સમજી શકયા નહિ.
ચંપાને જે સ્થળે રાખવામાં આવી હતી ત્યાં આજે પોતે જવાના હતા એવી અકબરને અગાઉથીજ ખબર હાવી જોઇએ એમ સલીમ ખાત્રીથી માનવાલાગ્યા. દરરોજ રાત્રિએ ખાદશાહ પેાતાના રાજકીય કારણાને લીધે બહાર જતા હતા. ત્યારે આજેજ રાત્રિએ તે પેાતાનુ કામ પડતું મૂકીને પેાતાની પાછળ કેવી રીતે આવી ચઢ્યો ! નક્કી, કાઇએ તેની પાસે પેાતાની આ સ ંકેત સંબંધી ચાડી કરીજ હાવી જોઇએ એવુ સલીમ ખાત્રીપૂર્વક માનવા લાગ્યા.
“ કાઇએ અવશ્ય ચાડી કરીજ હાવી જોઇએ ” એમ વિચારતા સલીમ ઊંચું મ્હાં કરીને છત સામું જોઇ રહ્યો, એક પછી એક અનેક વ્યક્તિ તેની દ્રષ્ટિ સન્મુખ ખડી થઈ અને અદૃશ્ય થઈ હાય એવું સલીમની મુખમુદ્રાપરના ઘડી ઘડી અદલાતા ચહેરા પરથી જણાતું હતું.
અંતે થાડીવાર પછી તેની મુખમુદ્રા વધારે સંતપ્ત જણાઇ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com