________________
૧૨] ધર્મ જીજ્ઞાસુ અકબર. જરૂર છે કે?” થાનસિંહરકો વાંચી રહ્યો, એટલે બાદશાહે પૂછયું.
ના જહાંપનાહ” થાનસિંહે ઉત્તર આપે.
હારે જહાંપનાહને એક નમ્ર વિનંતી કરવાની છે ?” ઇતિમાદખાન છે.
શી?” અકબરે જીજ્ઞાસાપૂર્ણ સ્વરે કહ્યું.
“એજ કે ચંપાને એકાન્તવાસમાંથી વેળાસર મુક્ત કરવાની આજ્ઞા જહાંપનાહે આપવાની જરૂર છે.”
“ ખાનસાહેબ! તમારી સૂચના તરફ હું સંપૂર્ણ લક્ષ્ય આપીશ. મહેં જેટલી મુદત સુધી તેને એકાન્તવાસમાં રાખવાનો નિશ્ચય કર્યો હતો, તેમાં ઘટાડો કરવાનું મહેં હારા મનમાં કયારનુંયે નક્કી કરી દીધું છે.”
પરંતુ આચાર્યશ્રી અત્રે આવે ત્યાર પહેલાં તે તેને મુક્તિ મળી જશેને ?” થાનસિહે નમ્રતાપૂર્ણ સ્વરે કહ્યું.
હા તે બદલ તમે તદ્દન નિશ્ચિત રહે.”
“જહાંપનાહની આજ્ઞા અમનેશિરસાવંદ્ય છે.” ઇતિમાદખાન અને શાનસિંહ સાથે જ બોલી ઉઠ્યા.
ત્યાર પછી શહેનશાહ અકબરે ગુજરાતના અખાપર લખેલે રૂછો કમાલ અને ચાંદીને સ્વાધીન કરતાં કહ્યું -“જાએ, જેનાચાર્ય હીરવિજયસૂરિજીને માર્ગમાં કઈ પણ જાતની અડણ પડવા દેશે નહિ. તેમને સન્માનપૂર્વક તેડી લાવીને સત્વર પાછા આવજે.”
કમાલ અને ગાદીએ બાદશાહને કુર્નિસ બજાવી અને ત્યાંથી ચાલતા થયા. થાનસિંહ અને ઇતિમાદખાન પણ બાદશાહને નમન કરીને પોતપોતાના નિવાસસ્થાન તરફ વળ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com