Book Title: Dharm Jigyasu Akbar Ane Acharya Hirsuriji
Author(s): Dalpatram Bhaishankar Raval
Publisher: Devchand Damji Kundlakar

View full book text
Previous | Next

Page 209
________________ (૧૬ ધર્મ જીજ્ઞાસુ અકબર. આચાર્ય શ્રી હીરવિજયસૂરિ તે પછી ત્રણ માસ અહીં કયા દરમિયાન મોટા આડંબરથી જોતાશાહ, વિજયકુમાર તથા ચંપાદેવીને દીક્ષા આપવામાં આવી. દીક્ષામહોત્સવને અંગે અકબરે પણ દ્રવ્ય તથા જાતિથી ઉત્સાહભર્યો ભાગ લીધે અને જેતાશાહનું નામ અજીતવિજયજી, વિજયકુમારનું નામ વિમળવિજયજી અને ચંપાનું નામ ચંપાશ્રીજી રાખવામાં આવ્યું. એ પછી આચાર્યશ્રીએ ત્યાંથી વિહાર કરી સં ૧૬૪૨ નું ચાતુર્માસ અભિરામાબાદમાં કર્યું હતું. મંદિરની કેડીઓની પાસે તથા બધી ભક્તિ કરવાની જગ્યો, જે વેતાંબર ધર્મની છે, તેની ચારે તરફ કોઈપણ શમ્સ કોઈપણ જાનવરને ન મારે” તેઓશ્રી દુર દેશથી આવ્યા છે, તેમની અર્જ વ્યાજબી છે, તેમની માગણી મુસલમાન ધર્મથી પણ વિરૂદ્ધ નથી, કેમકે મોટા પુરૂ ને નિયમ હોય છે કે તે કોઈ ધર્મમાં પિતાની દખલગીરી ન કરે, તેથી અમારા માનવા પ્રમાણે એ અરજ વ્યાજબી લાગે છે. તપાસ કરવાથી પણ માલુમ પડે છે કે એ બધા સ્થળો લાંબા કાળથી જેને “વેતાંબર ધર્મના છે તેથી તેમની એ અર્જા મંજુર કરવામાં આવી છે અને સિદ્ધાચળ, ગિરનાર, તારંગા, કેશરીયા આબ અને સમેત શિખર ઉ પાર્શ્વનાથ પહાડ જે બંગાળામાં છે, તથા બીજા પણ જેના વેતાંબર સંપ્રદાયના ધર્મસ્થાને જે અમારા તાબાનાં મુલકમાં છે તે સઘળા જેન શ્વેતાંબર સંપ્રદાયના આચાર્ય હીરવિજયસૂરિને સ્વાધીન કરવામાં આવે છે કે જેથી શાંતિપૂર્વક તે પવિત્ર સ્થાનમાં પિતાના ઈશ્વરની ભક્તિ કરી શકે. જો કે આ પ્રસંગે એ સ્થળે હીરવિજયસૂરિને સ્વાધીન કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિક તે એ સઘળા જેની વેતાંબર ધર્મવાળાના અને તેમની માલકીના છે. જ્યાંસુધી સૂર્ય અને ચંદ્ર તપે ત્યાં સુધી આ શાશ્વત ફરમાન જેને તાંબર પાસે કાયમ રહે. કેઈ પણ મનુષ્ય આ ફરમાનામાં દખલ ન કરે, આ પર્વતની જગાની નીચે ઉપર–આસપાસ સઘળાં યાત્રાના સ્થળોમાં અને પૂજા કરવાની જગ્યાઓમાં કઈ પણ કોઈ પ્રકારની જીવહિંસા ન કરે. આ હુકમને ધ્યાન પૂર્વક અમલ કરે, કોઈ " તેનાથી વિરૂદ્ધ વર્તન ન કરે તથા બીજી નવી સનંદ ન માગે..લખી. - મી માહે ઉર્દીઓહેસ્ત મુતાબિક રવીઉલ અવલ સન ૩૭ જુલસી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214