________________
સૂરિની સેવા. [૧૯૭] આ વાતને દશ વર્ષ વીતી ગયાં. દરમિયાન સૂરિજીએ અનેક નાના મેટા જહાગીરદારને ધર્મ પમાડયો હતે. અને મારવાડમાં થઈને ગુજરાત, કાઠિયાવાડમાં વિચરતાં છેલ્લા ઊનામાં પધાર્યા. ત્યાં સં. ૧૬પરના ભાદરવા સુદી. ૧૧ના રોજ કાળધર્મ પામ્યા. તેમને જ્યાં અગ્નિસંસ્કાર કર્યો, ત્યાં તે રાત્રીમાં વૃક્ષો નવપલ્લવિત થઈ ગયાં અને આંબાને કેરીઓ આવી હતી તેમ પણ ઉલ્લેખ છે. અહીં તેમની ગાદી તથા પગલાં વગેરે સ્મરણ ચિન્હ અત્યારે પણ છે.
- આચાર્ય શ્રી હીરવિજયસૂરિના સ્વર્ગવાસના ખબર અકબરને મળ્યા ત્યારે તે તથા અબુલફઝલ વગેરે પરિચિત જને પણ બહુ ખેદ પામ્યા. તેમને અગ્નિસંસ્કાર થયો તે વાડી બાદશાહે પવિત્ર ભૂમિ તરીકે જાળવી રાખવા જેના શંઘને અર્પણ કરતાં કહ્યું કે –
ધન જીવ્યું જગત ગુરૂનું કર્યું જગ ઉપગારરે.
અસ્યા ફકીર નવિ રહ્યા કાલે, બીજા કુણ નર નામરે.
આ ઉપરાંત બીજા ખરતા જીવદયા અને તિર્થરક્ષણના છે તેમાં એક ફકરે નીચે પ્રમાણે છે. “આ ઉપરથી ગાભ્યાસ કરનારાઓમાં શ્રેષ્ઠ હીરવિજયસૂરિ સેવા અને તેમના ધર્મને પાળનારા, કે જેમણે અમારી હજુરમાં હાજર થવાનું માન મેળવ્યું છે, અને જેઓ અમારા દરબારના ખરા હિતેચ્છુઓ છે, તેમના ગાભ્યાસનું ખરાપણું, વધારે અને પરમેશ્વરની શોધ ઉપર નજર રાખી હુકમ થયો કે તે શહેરના રહેવાસીઓમાંથી કેઈએ એમને હરકત કરવી નહિ, અને એમનાં મંદિરે તથા ઉપાશ્રયમાં ઉતારે કરવો નહિ, તેમ તેમને તુચ્છકારવા પણ નહિ. વળી જે તેમાંનું કંઈ પડી ગયું કે ઉજજડ થઈ ગયું હોય, અને તેને માનનારા, ચાહનારા કે ખેરાત કરનારાઓમાંથી કઈ તેને સુધારવા કે તેને પાયે નાંખવા ઈછે તે તેનો કોઈ ઉપલક જ્ઞાનવાળાએ કે ધર્માધે અટકાવ પણ કરે નહિ” વગેરે– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com