________________
માનવમન.
[ પ ] નહિ. ગ્રંથસંગ્રહાલયનાં દ્વાર પણ ખુલ્લાં જ હતાં, પરંતુ ગ્રંથસંગ્રહાલયમાં બેઠેલા અબુલકજલ અને સલીમને તે સંબંધી કંઈજ ખબર પડી નહિ.
અબુલફજલ પોતાના નિત્યના આસન પર બેઠે હતે. તેની સામે પુસ્તકનો ઢગ પડયા હતા. શાહજાદે ગ્રંથસંગ્રહાલયમાં આવી પહોંચતાં તેને બેસવાની જગ્યા કરી આપવા માટે અબુલફજલે થોડાંક પુસ્તકે એકબીજા પર ગોઠવી દીધાં હતાં. શાહજાદા પુસ્તકના ઢગલા પાસે બેઠો બેઠે એક પુસ્તકનાં પાનાં ફેરવતા હતા. સલીમ પુસ્તકનાં પાનાં એવા તે બેદરકારીથી ફેરવતા હતા કે પ્રત્યેક ક્ષણે “ફટ ફટ, ધ્વનિ થયા વગર રહે નહિં અને તે સાથે અબુલફજલનું હૃદય ઘણુંજ કચવાતું હતું. પરંતુ સલીમને કંઈ કહી શકાય તેમ પણ નહોતું. તે તદ્દન અસ્વસ્થ થઈને બેઠે હતે. અંતે શાહજાદાએ જેવી બેદરકારીથી તે પુસ્તક જોયું હતું, તેથી વિશેષ બેદરકારીથી તે પુસ્તકને જમીન પર પટકીને બેલ્ય: “કેમ, હવે ઉત્તર આપે છે કે નહિ ?”
સલીમે પ્રીન પૂછયું હતું, તેનું ફજલને સ્મરણ રહ્યું નહોતું. તેણે પૂછયું—“આપે મને શું પૂછયું?”
“આવું કાર્ય કરવા માટે કુરાનને આધાર મળી શકે નહિ?” સલીમે સ્મિત કરતાં પૂછયું.
“કેવું કાર્ય ? ” ફજલે પુનઃ પૂછયું.
આને અર્થ એ જ કે મારે તમને બધી હકીક્ત ફરીથી કહી સંભળાવવી પડશે.” પિતાના મ્હોં પર હાથ ફેરવતાં સલીમ બોલવા લાગ્ય: ધારો કે એકાદ પુરૂષના હૃદયમાં અમુક સ્ત્રી માટે પ્રેમભાવના જાગ્રત થઈ છે. તેઓ બને જુદી જુદી જાતના છે. પુરૂષ મહાન શ્રીમાન અને સત્તાધિષ્ઠિત છે. સ્ત્રી એક વણિક કન્યા છે.” એટલું બોલીને સલીમ કાજલ પ્રત્યે તાકી તાકીને જેવા લાગે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com