________________
[૨૮] ધમકાજુ અકબર.
- પ્રિયે ! શાંત થા! આમ ગાંડાઈ ન કર! ” અકબર યુવાને ઉઠાડવા લાગ્યું.
હને ક્ષમા નહિ મળે ત્યાં સુધી હું આપના પગ છોડવાની નથી!” પડ્યાએ અકબરના બન્ને પગ અથુથી ભીંજવી નાંખ્યા.
અકબરે દીર્ધ નિ:શ્વાસ મૂકો અને ક્ષમા આપી!
નાથ! હારી ભૂલ થતી હતી તે હું હવે હમજી શકી છું.”પવા કરૂણાજનક સ્વરે બોલી
એમાં હારે બિલકુલ દેષ નથી ” એટલું બેલીને અકબરે એકવાર મેર દષ્ટિપાત કરી “અત્યારે હું જાઉં છું એટલું બોલીને તે ત્યાંથી ઝપાટાબંધ નીકળી પડ્યો.
પદ્મા તે પાષણ મૂર્તિવત્ સ્થિર જ ઉભી હતી. બાદશાહના વર્તનમાં ફરક પડેલે જોઈને તે આશ્ચર્ય પામી. હવે પ્રિયતમનું મન કેવી રીતે સંપાદન કરવું એ સંબંધી વિચાર કરતી તે અકબર જે માર્ગ થઈને ચાલ્યા ગયે તે માર્ગ જોઈ રહી. “હે પિતજ હારા નાથને અસંતેષ આ હેવાથી મહની ક્ષમા કેવી રીતે મળે” એમ તે વિચારવા લાગી. થોડી વાર મન રહ્યા પછી પદ્મા સ્વગત બેલવા લાગી. “હું જ મહા દુષ્ટ છું! હવે મને ક્ષમા કયાંથી મળે? મહારા પ્રાણનાથને મહારા મુખનું દર્શન સુદ્ધાં કરવું ગમતું નથી. પદ્મા! હારા પાપનું પ્રક્ષાલન કર્યા સિવાય તું કેવી રીતે પવિત્ર બનવાની ? સ્વપતિના હાંલિગનની આશા હવે હારા માટે રહી નથી. પતિ સેવાને અલભ્ય લાભ લ્હને મળનાર નથી! હા, પણ એક માર્ગ છે! જે પ્રત્યક્ષ પતિ સેવા કરવાને સુયોગ પ્રાપ્ત ન થાય તે પરોક્ષ સેવા કરીને મારે સંતોષ માનવે જોઈએ. પતિની માનસિક પૂજા કરવાથી પણ સતીનું અંતર પવિત્ર થાય છે. પતિના સદ્ગણેનું સ્મરણ કરવાથી. અંતઃકરણમાં પવિત્ર ભાવનાઓને જન્મ થશે. હું પ્રાણનાથને
હવે આંખને કણ જેવી લાગું છું, પણ તેમની મરજી વિરૂદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com