________________
[૧૭૬]
ધર્મ જાણું અકબર.
તેણે જોયું કે આ અંધારપી છોડીમાં છુપાએલ વ્યક્તિ બાદશાહ તરફ તાકીને જોઈ રહી હતી. અને બાદશાહ શાંત નિદ્રામાં પડ્યા હતા.
પદ્માએ સાવધ થઈને પિતાના હાથમાંની સમશેર મજબુત પકડી. એટલામાં “હારી વ્હાલી પદ્મા ! ઉભી રહે! આ હું આવ્યે!” એટલા શબ્દો નિદ્રાધીન અકબરના મુખમાંથી નીકળી પડ્યા. આ શબ્દો સાંભળીને પેલી છુપાએલી વ્યક્તિ ચમકી, પરંતુ પદ્માને તે તેથી બેવડું જોર મળ્યું. બાદશાહે સ્વમુખે પોતાના નામને ઉચ્ચાર કર્યો એ તેને દષ્ટિભ્રમ સમાન લાગ્યું. પિતાનું ભાગ્ય આજે કંઈ ઓર જ જણાતું હતું એવી તેની ખાત્રી થઈ. પરંતુ પદ્મા આ પ્રમાણે વિચારે કરતી હતી એટલામાં તે વ્યકિતએ પોતાને જમણે હાથ ઉંચે કર્યો. તેના જમણા હાથમાં કટારી જોઈને પડ્યા કંપી ઉઠી, પરંતુ તુર્ત સાવધાન થઈ પેલી વ્યકિત પોતાના હાથમાંની કટારી અકબરની છાતી તરફ લઈ જાય છે તે પહેલાં પાછળથી પડ્યાએ તેના હાથ ઉપર પિતાની સમશેરને ફટકે એ તે સફાઈથી લગાવ્યો કે તે વ્યકિતને હાથ કટાર સાથે દુર જઈને પડે. અને તેનો ખણખણાટ થતાં બાદશાહ ચમકી ઉઠયે. છુપાએલી વ્યકિતને અણને વખતે આ અજાયે ઘા આવવાથી તે ગભરાઈ જવા છતાં કપાએલહાથની વેદના ન ગણકારતાં પાછું વાળી જોયું.એટલામાં તો પડ્યાએ બીજીવાર પોતાની સમશેરફેરવીને તેના ખભા ઉપર એવો તે મજબુત ફટકે લગાવ્યો કે હાય”ના છીતકાર સાથે તે જમીનપર ઢળી પડયે. અને તે જ ક્ષણે પડ્યા પણ લેહી તપી જવાથી એક ચીસ પાડીને મુછિત થઈ ગઈ.
અકબરે એકદમ ઉઠીને જોયું તે ત્યાં પડ્યા અને એક કાળાં વસ્ત્રમાં લપેટાએલ દેહને બેશુદ્ધ અવસ્થામાં જમીન પર પડેલાં જોયાં. અકબર આ દશ્ય જોઈને ગભરાયે. આનો મર્મ તે કળી
શો નહિ. પવાની પ્રકૃતિ અસ્વસ્થ હોવાનું જુલેખાંએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com