________________
ચંપાની દીક્ષા
[૧૯૫]
નાથ, મારે આરામ આપના આરામમાં જ રહે છે. નહીરજીસૂરિ ગુજરાત તરફ જવાના છે એ ખબરથી એવા સંત પુરૂષને લાભ ખાવા માટે ઉદાસીન થવાય તે સ્વાભાવિક છે. જો કે એવા વિરાગીઓને આપણે હમેશાં રેકી શકીયે તે અસંભવિત છે પરંતુ હજી અહીં થેડે વધારે વખત રોકી રાખીને આપની ઈચ્છા વિશેષ લાભ મેળવવાની હોય તે તેમ હું કરી શકીશ, એમ મારું માનવું છે.” પદ્માએ હિમત આપી.
વાહ, પદ્મા, તું ખરેખર કેઈ અજબ દેવાંગના છે. પરંતુ આ મહાપુરૂષ પાસે તારી શક્તિ નક્કામી છે. જે મહાત્મા જગતની કઈ પણ મેહજાળથી ફસાયા નથી કે કોઈ પણ લાલચમાં લપટાયા નથી તેમજ કંચન-કામિનિથી તે તદ્દન વિરક્ત છે, તેના પાસે તારી બુદ્ધિ શું કામની?” અકબરે નિરાશાનું કારણ દર્શાવ્યું.
નાથ, સૂરિજીના સદ્ગણે અને આચારધર્મને હું જાણું છું, છતાં તેમને છેડે વખત રેકી શકાય તેવી મારી પાસે ચાવી છે તેમ આપ હકીક્ત જાણશે ત્યારે કબુલજ કરશે.” પડ્યાએ પિષ્ટપેષણ કરી વાતમાં આકંક્ષા ઉત્પન્ન કરી.
પદ્મા, જે તારી પાસે એવી ચાવી હોય તે જલદી મને બતાવ. તારી બુદ્ધિમાં મને શ્રદ્ધા છે. બેલ જલદી કહી દે.” અકબરે અધિરાઈથી પુછયું.
જહાંપનાહ, વાત સાદી અને આપની દષ્ટિ મર્યાદામાં હેવા છતાં આમ અધિરાઈ કેમ બતાવે છે? આપે માની લીધેલી પુત્રી ચંપાદેવી સંસાર છોડી આર્યા થવા માગે છે તે શું આપ જાણતા નથી?” પદ્માએ ખુલાસે કર્યો.
હા, ચંપાદેવી પહેલેથી કોઈ યોગીની જેવી હતી. નાનપણુ જ તેણે છ મહીના સુધી એક સામટાં રાત્રી દિવસનાં રાજા ( ઉપવાસ ) ર્યા હતા. અને લગ્ન કરવા પછી પણ ખુદાની બંદગીમાં ઘણે વખત કાઢે છે. તેવામાં વીકમળાનું અચાનક મરણ થતાં તેને બહુ દુઃખ થઈ ગયું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com