________________
[૧૪]
ધર્મ જીજ્ઞાસુ અકબર.
દુનિયાના મોટા ભાગ ઉપર બાહુબળથી સત્તા વધારી શક્યા છે તે ખરૂં છે, પરંતુ તે વીર યુદ્ધ હતું. શત્રુ પણ સમેવડી હોય તેમાં મેટાઈ છે. ચાંચડને તે છોકરા પણ ચોળી નાંખી શકે તેથી તેમાં કંઈ માન કે શોભા નથી. તે દિવસે શ્રી હીરસૂરિ મહારાજ પાસે આપે હિંસાને તિરસ્કાર કરતાં શું કહ્યું હતું તે યાદ કરવાથી આપને નિર્ણય જરૂર ફેરવાશે. આપે ચિતોડ જીતતાં ચલાવેલ સમશેર અને ત્રાસનું વર્ણન કરતાં દુઃખી થતા હતા તે સ્મરણમાં . એ પવિત્ર ફકીરના સહવાસથી. આપે શીકાર કરવાનું અને છમાસ માંસ ભક્ષણ કરવાનું પણ છેડી દીધું છે. આપના જાતાગીરદારોમાં અને સઘળી હકુમતમાં જીવહિંસા અટકાવવાને હુકમે કાઢ્યા છે અને રાજ્યાભિષેકના દિવસની પવિત્રતા જાળવવા તે દિવસે કોઈપણ માણસ માંસાહાર ન કરે તેમ ફરમાવી દયાને ડંકો વગાડ્યો છે. તે પછી
જ્યારે આપજ રંક પ્રજાજનને આવી શંકાથી નાશ કરવાને નિશ્ચય કરશે ત્યારે લેકે શું કહેશે ? એ બધી વાતને વિચાર કરીને આ૫ નિર્ણય કરશે તે વધારે ઠીક થશે.” અબુલફજલે બાદશાહને શાંત કરવાનો પ્રયોગ અજમાવ્યું.
અબુલફજલને આ પ્રયોગ આબાદ નવડ્યો. હીરસૂરિનું નામ સાંભળી તેમની પાસે પોતે ઉચ્ચારેલાં વચનનું સ્મરણ તાજુથઈ આવ્યું. પરંતુ બીજી તરફ પોતે અનુભવેલ અસંતોષને છેક વિસારી મુકવા જેટલું વૈર્ય રહી શકયું નહિ, વિચારમાં થડે સમય વિતાવવા પછી પુન અકબર બેલી ઉચ્ચ- “વારૂ –અબુલફજલ, કોધથી આડેમા વહી જતા મારા વિચારને તમે રે છે તે ઠીક કર્યું છે. ગુરૂશ્રી હીરસૂરી મોટા ફકીર છે. તેની વાતમાં મને બહુ રહસ્ય લાગે છે, માટે જરૂર આ વાતમાં વિચાર કરવા જેવું છે. આપણે તેમની સલાહ લઈએ તે કેવું સારું ?”
“મને પણ લાગે છે કે તેમની સલાહથી ઠીક પડે ખરું. કેમકે તેઓ સાચા ફકીર અને નિ:સ્વાર્થ ગુરૂ છે. પરંતુ અત્યારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com