________________
મહાત્માને મેળાપ. [૧૫] આસન અમારા માટે સાધુધર્મને નિષેધકર્તા છે.” એટલું કહીને આચાર્યે પોતાની પાસે રહેલી કામળ જમીનપર પાથરી અને પિતાની બેઠક લીધી.
અલ્પ સમયમાંજ અકબર અને તેના સરદારે પોતપતાની જગાએ બેસી ગયા. અકબર પણ આચાર્યની સામેની બેઠકપર બેઠા પછી બે “મહારાજ! આપ કયાંથી અને કેવી રીતે પ્રવાસ કરતા અત્રે આવી પહોંચ્યા?”
“આપનું આમન્ત્રણ સ્વીકારીને હું ગુજરાતના ગાંધાર બંદરથી પેદલ જ ચાલ્યો આવું છું.” આચાર્યશ્રી બાલ્યા.
આ સાંભળીને અકબરતે દિડજ થઈ ગયે. તે બેલ્યો. “કૃપાનિધાન! કેવળ મહારાજ માટે આવી વૃદ્ધાવસ્થામાં પણ અનેક કષ્ટ ઉઠાવીને આપે આટલો બધો શ્રમ લીધો છે. શું મ્હારા અમદાવાદના સૂબાએ આપને વાહન માટે પાલખી વગેરેને પણ કંઈ બંદોબસ્ત ન કરી આપ્યો?”
નહિ, નહિ, શહેનશાહ! તે તે બધું આપવાને તૈયાર જ હતા, પરંતુ હે ખુશીથી જ તેમની વિનંતીને અનાદર કર્યો છે. કારણ કે તેવી વસ્તુઓને સ્વીકાર અમારા ધર્મના ફરમાન મુજબ અમારાથી થઈ શકતું નથી.”
અકબર આ સાંભળીને વિસ્મિત થયો અને તે થાનસિંહ પ્રત્યે દષ્ટિપાત કરતો બોલ્યો. “થાનસિંહ! હું તો આ મહાત્માના નિર્દોષ વ્યવહાર અને અતિકઠિન જીવનથી અજ્ઞાત હતે; પરંતુ તેને તેથી સારી રીતે પરિચિત હતા. સૂરિજીને મહેં આમન્ત્રણ મેકહ્યું ત્યારે જ તે મહને બધી હકીક્ત જણાવી હોત તો આટલે દૂર આવવાનું આમન્ત્રણ કરીને હું તેમને કષ્ટ આપત નહિ. અને તેમની આત્મસમાધિમાં અવરોધ આણવાનું પાતક પણ મ્હારા શિરપર ચઢત નહીં.
થાનસિહ અકબર પ્રત્યે એકીટસે તાકી રહ્યો. બાદશાહને શો પ્રત્યુત્તર આપે તે સંબંધી તે વિચારવા લાગ્યા. એટલામાં પુન: અકબર બેઃ “હં, હારી બનીયા બાજી હું હમજી
I
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com