________________
[ ૩ર ] ધર્મ જીજ્ઞાસુ અકબર. આ જગતમાં ઈશ્વર છે–ઈન્સાફ છે એમ માની અમારે બેસી રહેવું ? હું જે રાજા હેત તો આવા અત્યાચારે કદિ પણ જોઈ શક્ત નહિ ?” અમરસિંહે દુઃખેગાર કાઢયા.
એટલામાં રાજીને શુદ્ધિ આવવાથી તેણે સહજ હાલવા માંડયું. અત્યાર સુધી રાઘોજીને પણ મૃત્યુ પામેલેજ સર્વ હમજતા હતા તેને જીવતે જોઈને સર્વ આનંદ પામ્યા અને તેઓ તેની પાસે ગયા.
તેમને પોતાની તરફ આવતાં જોઈને રાજીના ક્રોધનો પાર રહ્યો નહિ. તેમને યવન સરદારે સ્વમજીને તે તેમના અંગ પર ધર્યો, પરંતુ જે તે અમરસિંહજી પાસે પહોંચ્યો કે તરતજ તેણે તેને ઓળખી લીધો અને તે તેમને ભેટી પડ્યો. તેનું હદય ભરાઈ આવ્યું ને ગળગળા સાદે બેલ્યો: “ અમરસિંહજી! આ તે કે અત્યાચાર!” એટલું બોલીને તેણે અમરસિંહની છાતી પર પિતાનું શિર મૂકી દીધું.
અલ્પ સમય પછી રાઘજી પિતાનું હે ઉંચું કરીને બોલ્યા: “ અમરસિંહજી અંતે અન્ન વિના તરફડીઆ ખાઈને મ્હારી સ્ત્રીએ આજે સાયંકાલે પિતાના પ્રાણ ત્યજ્યા છે. હશે, બિચારીને દુ:ખમાંથી મુક્તિ મળી ! પરંતુ મહારું નસીબ કેવું ફૂટેલું ! હારી સ્ત્રી મરણ પામી અને હું દુ:ખ ભોગવવા માટે અહિ રહ્યો! અમરસિંહજી ! આ શું પડ્યું છે તે જોયું કે? અરેરે ! બિચારૂં ન્હાનું બાળક! અમરસિંહજી-અમરસિંહજી તમે બધી હકીકત જાણું કે? મહારા બાળકને અકાળે પ્રાણ લેનારા રાક્ષસો ગયા કયાં?” હવે રાજીના નેત્રોમાં કોધનો અગ્નિ ભભકવા લાગે. તેણે આવેશમાં જ આગળ ચલાવ્યું ! “હું તેમની પાછળ જનિ” એટલું બોલીને રાજી અમરસિંહજીની ભેટમાંથી મુક્ત થઈને તેની પાછળ જવાનો પ્રયત્ન કરવા લાગ્યું. અમરસિંહે તેને હાથ મજબૂત રીતે પકડી રાખ્યો એટલે રાજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com