________________
[૧૨] ધમ જીજ્ઞાસુ અકબર. આતુર હતું તેથી વિશેષ વખત નિરર્થક ન જવા દેતાં જણાવ્યું મહાત્માશ્રી ! હારા અમલ નીચેની પ્રજાના હું મુખ્ય બે વિભાગ પાડું છું. એક હિંદુ પ્રજા અને બીજી ઈસ્લામી પ્રજા. આ બને પ્રજાઓને હું હારા નેત્રો સમાન ગણું છું. મહારી એ નેત્ર રૂપ બને પ્રજામાંની એક પણ પ્રજાનું દિલ ન દુખાય તેવી રીતે વર્તવા માટે હું ખાસ કાળજી ધરાવું છું. હું ઇસ્લામધમી રાજા છું પરંતુ હું ઇસ્લામીઓને લાભની ખાતર હિંદુપ્રજાને રંજાડવાનું પસંદ કરતા નથી. તેમજ હિંદુ પ્રજાને પ્રસન્ન રાખવાના ઉદ્દેશથી ઇસ્લામી પ્રજાને દુ:ખ થાય તેમ વર્તવાની પણ હારી ઈચ્છા નથી, છતાં કેટલાક તે વાત ન સમજવાથી મારા તરફ ઉતાવળા થઈ આક્ષેપ કરે છે. ગઈ કાલનો બનાવ તેવી ઉતાવળી સમાજનું પરીણામ હોય તેમ હું માનું છું. એટલે તે સંબંધે અત્યારે વધુ ન કહેતાં મારા પ્રાણરક્ષણ માટે આપ ખુદાના દૂત તરીકે આવ્યા છે તેમ જાણું આપને અહેસાન માનું છું અને આપના તરફથી ધર્મના ઇલમની નવાજેશ મેળવવા ઉમેદ રાખું છું.
અકબરની શાંતિ અને પ્રજા પર સમાન પ્રેમ જોઈ સૂરિજીને આનંદ થયે. તેમણે બાદશાહને ધર્મ સંભળાવવાને આ પ્રસંગ ઠીક જઈને પ્રતિબંધ કરતાં પહેલાં પોતાના કાર્યની લઘુતા બતાવી અને પછી જણાવ્યું કે “નામવર બાદશાહ ! તમારી હિંદુ-મુસ્લીમ પ્રજા માટે એક સરખી લાગણું જાણું મને બહુ આનંદ થાય છે. રાજસત્તા પ્રાપ્ત થવી એ પુન્યને મહા એગ છે. કેમકે તે સ્થાનમાં ખુદાને અંશ છે. એટલે નેકી તથા ઈન્સાફની હાજરી ત્યાં હમેશાં જરૂરી છે. જોકે કેટલીક વખતે રાજપિતા સત્તાના ઘેનમાં પોતાની આ જવાબદારી ચુકી જાય છે અને તેથી અધિકારીઓની સ્વચ્છંદતા જેર કરી જતાં રાજધર્મને લેપ થાય છે. ને પ્રજા દુઃખથી કંટાળી સામે થાય છે. પરંતુ આપના અમલમાં સત્તાનું ઘેન જેવાતું નથી એજ પુણ્યના બળથી આપનું રક્ષણ થયું છે. એટલે તેમાં હું તે નિમિત્ત માત્ર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com