________________
[૧૮૮]
ધર્મ છાસુ અકબર
“ખુદાવિદ, હું જે નોકરી કરવા ઈચ્છું છું તે કઈ દેશના બાદશાહની નહિ, પણ તે સારી જહાનમને માલેક છે. જેને આપ ખુદા કહે છે, કઈ પ્રભુ કહે છે અને હું તેમને “અરિહંત” ના નામથી ઓળખું છું. આ નોકરીમાં જમીન, પૈસો કે સત્તા મેળવવાની નથી, પરંતુ તેને છોડીને આત્માને સ્વતંત્ર કરવાનું છે. કેમકે જમીન, પૈસો વા સત્તા એ સર્વે માયા બંધન છે, એટલે તે બંધનમાંથી મુક્ત થવું એજ સાધુ સ્થિતિ છે.” જેતાશાહે ખુલાસે કર્યો.
હું, કહોને કે હીરજીસૂરિના જેવા તમે પણ ફકીર થવા માગો છો; વારૂ, તેતે ઠીક, પરંતુ હીરસૂરિ મહારાજ તે ગુજરાતમાં જવાના છે, ત્યારે તમે ફકીરી કોના પાસેથી શીખશો ?” અકબરે નો પ્રશ્ન કર્યો.
આપે એ વાત કરી મને ઠીક સાવચેત કર્યો છે. મારે સાધુ થવાના સમયને હજુ ત્રણ માસને વિલંબ થશે તે તેટલે વખત તેઓશ્રીને અહીં રોકાઈ જવા હું વિનંતી કરીશ. કેમકે મારી સાથે ચંપા બહેન પણ આર્યો થવાના છે.” જેતાશાહે જણાવ્યું.
“ચંપા બહેન, કેમ તમે પણ સંસારથી છુટા પડી જવા માગે છે! ત્યારે વિજયનું શું થશે? તે તમને રજા આપશે કે! ” અકબરે ચંપાને આતુરતાથી પૂછ્યું.
ખુદાવિંદ, કમળા બહેન એકાએક ગુજરી ગયા તે જેવા છતાં ખેટા મેહમાં હવે હું ફસી રહેવા રાજી નથી. મારા પતિદેવ પણ આ બનાવથી સંસારની અસારતા સમજી ગયા છે અને તેથી તેઓ પણ સંસારથી વિરકત થવા ધારે છે.” ચંપાએ નીચું જોઈ નમ્રતાથી ખુલાસો કર્યો. )
આક્રીન બેટી ચંપા, તારા ધર્મપ્રેમને માટે મને બહુ આનંદ થાય છે. તારા જેવડી બાળકી ખુદાને આટલી હદે -ળખી જાય અને પોતાના પતિને પણ તે માર્ગે પ્રેમથી સાથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com