________________
અકબરની અંતરેચ્છા. [૧૪૫ ] તેઓ આસપાસના મુલ્કમાં ઉપદેશ કરવાને તથા આ તરફના પવિત્ર તિર્થોમાં દર્શન કરવાને ગયેલા છે. એટલે તેમની સલાહને હાલ લાભ મળી શકે તેમ નથી” અબુલફજલે ખુલાસો કર્યો.
તેમને બહાર જવાને તે ઘણા દિવસ વીતી ગયા છે, છતાં હજુ તેઓ અહીં હાલ આવવાના નથી? તેમના સમાગમથી મારા વિચારમાં જે શાંતિ અને દયાનું પરીવર્તન થયું હતું, તેમાં આટલા દિવસના વિયોગથી આજ જરા વિચાર ફેર થયે છે, તે તેમનાથી હવે વધારે દિવસે દુર રહેવું એ મને ઠીક લાગતું નથી. માટે હવે તેમને વેળાસર અહિં પધારવાને જણ અને અહીં પધારતાંજ મને ખબર આપજે.”
આટલેથી વાત બંધ થતાં અબુલફઝલ સમજો કે બાદશાહનું મન શાંત થઈ ગયું છે, તેથી બીજી કેટલીક વાતો કરી તેણે રજા લીધી.
અકબરને પુન: એકાંત પ્રાપ્ત થતાં પાછું તેનું ચિત્ત તેજ વિચારમાં પરેવાયું. તેણે વિચાર્યું કે-મેં ભારતના મોટા ભાગમાં મારી સત્તા યુદ્ધકળા અને બાહુબળથી વિસ્તારી છે તે ખરૂં છે, પરંતુ તેને ટકાવવામાં મારી માયાળુ અને ન્યાયી રાજનીતિ વધારે અસરકારક નીવડી છે. ભલે હું મુસલમાન હાઉં, પરંતુ જે પ્રજા ઉપર મારી હકુમત છે તે સમગ્ર પ્રજ મારે મન પુત્રવત હોવી જોઈએ; તેમાં હિંદુ અને મુસલમાનના ભેદ રાખવાથી અત્યાર સુધીમાં મારા વડીલ અને ખુટ બળ–સંપતિ છતાં ભારતમાં સ્થિરવાસ કરી શકયા નથી તેને બદલે મને હિંદુ પ્રજામાંથી ઘણું શુરાઓએ પણ પિતાની કન્યા આપી સંબંધ વધાર્યો છે અને મારું તમ્ર સ્થિર થવા પામ્યું છે. ખરી રીતે હિંદુ અને મુસલમાન એ બે મારી પાંખે છે, એટલે તેમાંથી એક પણ પાંખને કાપી નાખું, તે હું શાંતિથી ઉડી શકુંજ નહિં, હિંદુઓ પણ શુરવીર અને ટેકીલા છે. પ્રતાપ જેવા ટેકી રાજા અને તેવા અનેક અડગ લડવૈયા
I8
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com