________________
આહુતિ.
[૧૬] ળા નામની એક અજ્ઞાત જ્ઞાતિની છોકરીના પ્રાણનાથ સમ્રાટ અકબર! ના, ના ! કાલત્રયે પણ એમ બની શકનાર નથી ! તમારા મુખ દર્શનથી મારી અભિલાષા પૂર્ણ થઈ છે. હવે તમારી સાથે લગ્ન કરીને હું આપને કલંકિત નહિ કરૂં. આપના ઉચ્ચસ્થાને આપ અચલ વિરાજી રહે ! આપ ભ્રષ્ટ ન થાઓ એજ હારા પ્રેમની આહુતિ છે. જે મહારાથી આટલે અંશે આત્મસંયમ ન થઈ શકે તો પછી હારે પ્રેમ સાત્વિક નજ ગણાય!”
બાદશાહ કમળાની આ વેગભરી વાણી સાંભળી સ્તબ્ધ બની ગયે, તેનાથી વધારે બેલી શકાયું નહિ, તેણે ખિન્ન વદને મુશ્કેલીથી કમળાને પૂછયું.
કમળા! તું મને સદા આમ દૂરજ રાખીશ કે?”
હા, તેમજ. પરંતુ હું નિરંતર આપની નજીકમાં રહીશ. શરીરથી જેટલી દૂર તેટલી જ અંતરથી નિકટ રહીશ. જે કે આપ મહારાથી વિભકત હશે તથાપિ આપના વિચાર, આપનાં મનેભાવ, આકાંક્ષા અને આપના આત્માની સાથે રહેનારૂં મહારૂં એજ્ય નિરંતર અભંગ રહેશે. ઈશ્વરપર શ્રદ્ધા રાખીને આપણે નિરંતર આપણું જીવન પવિત્ર રાખવું જોઈએ. આપણું પ્રેમને કલંકિત ન થવા દેવું જોઈએ. બાદશાહનામવ૨ના જનાનખાનામાં સેંકડે સ્ત્રીઓ છે, તે જ પ્રમાણે હું એક વધારે થઈશ તેથી વિશેષ શું છે? આપને પ્રેમ જે નિર્મળ લાગણુવાળે હેાય, તે આ વાત પુન: નહિ છેડવા હું વિનંતી કરું છું.” કમળાના મુખમાંથી આ શબ્દો નીકળતા હતા, ત્યારે તેના નેત્રમાં અગ્નિ ઝરતો હોય તેમ દેખાતું હતું. '' બાદશાહ આ દશ્ય જોઈને વિચારમાં પડી ગયે, કમળા ના સતિત્વની પ્રભામાં તે અંજાઈ ગયા હોય, તેમ તે સ્તબ્ધ થઈ ગયે. અને અહીંથી નીકળી જવાનો નિશ્ચય કરી ઉભે થતાં બોલ્યા. “કમળા, મારે ઉદ્દેશ તને સુખી કરવાને છે.
એટલે જ્યારે તું મારા સાથે સ્નેહલગ્નની ગાંઠ બાંધવા ખુશી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com