________________
પ્રેમ-પ્ર'થી.
[ ૧૫૫ ] પગથિયે ચઢવા પહેલાં પતિ પ્રેમને જીતવા જોઇએ. સ્ત્રી એ પતિની છાયા છે–ચહુચરી છે. નજીકના નાથને રીજવવાની તે તેનામાં શક્તિ ન હોય તેા દુરના નાથને તે કેમ પસંદ કરી શકે ? પ્રભુમાં શુદ્ધ પ્રેમ પ્રકટવા તે કંઇ ખાળ ચેષ્ટા નથી તેથીજ ત્યાગીઓના જીવન શિરસાવદ્ય છે. એ પવિત્ર ભૂમિકામાં પગ મુકવાના અધિકાર ત્યારેજ મેળવી શકાય, કે જ્યારે હૃદયને ખુણે-ખાંચરેથી પણ મિથ્યા રાગ ભુસાઇ ગયે। હાય. સંસારની ક્ષણીક માહનીમાં ઇન્દ્રજાળનું શુદ્ધ દેન થઇ ચુકયુ હાય, તેની જાળમાંથી મમત્વ છુટી ગયુ. હાય. ખાલી ઉત્તર ભરવાને મુંડમુંડાવવી કે કથા ધરવી તે તે પ્રભુના દરબારને છેતરવાની શતર જ છે. મારી સલાહ શેાધવા આવેલી પદ્મા મ્હેનને હું આગળ ખેંચી જઇને ઉભય ભ્રષ્ટ સ્થિતિમાં કેમ મુકી શકું ? મેં તેા કયારનેાયે સંસાર રાગને રગદોળી નાખ્યા છે, છતાં હજુ મારા પતિ દેવ મારા પ્રભુ પ્રેમને અ પકવ કહે છે, ને તેથી હું હજી ત્યાગ નથી સ્વીકારી શકી, ત્યાં શાહનશાહુમાં ચકચુર થયેલી પદ્માને હું તે પવિત્ર ક્ષેત્રમાં કેમ ધકેલી શકું ? ”
વાર્તાલાપમાં છેક અપેાર ઢળી ગયા તેની ખબર રહી નહિ અને જો વિજય ત્યાં ન આવી ચઢત તેા વાતાની ધારા કયાં સુધી લંબાત તે કલ્પના કરવી નકામી છે. ચંપા અને કમળા પ્રેમચર્ચા કરી રહ્યાં હતાં તેવામાં વિજય ત્યાં આવી ચઢયા ને તેણે ચાલતી વાતામાં ટાપશી પુરતાં કહ્યું “ દેવી, તમે ગેરહાજર વ્યકિત ઉપર આરોપ મુકે છે તે શું વ્યાજબી છે ? જે પ્રભુની આજ્ઞાને ચરણે તમારૂ જીવન મુકવા માગેા છે, તે આજ્ઞા ઉઠાવવાને તમારે પહેલાં તૈયાર થવું જોઇએ. કહેા જોઇએ, એ ઘડી દિવસ છતાં તમેા ભાજન કરી શકે એ માટે રસેાઇમાં જોડાવાના સમય તમે નથી ચુકયાં ? વાતાના રસમાં કન્ય ધર્મ ચુકી જવા છતાં તમે તમારા પ્રભુ પ્રેમને પકવ થયેલા માના એટલે શું મારે તમારી હામાં હા ભેળવી દેવી?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com