________________
[ 4 ]
ધર્મ જીજ્ઞાસુ અક્બર.
સમય પૂર્ણ થતાં શ્રોતાઓ આચાર્ય શ્રીને નમન કરી વીખરાઈ જવા ઉઠ્યા અને તેમનુ ધ્યાન અમદાવાદના આગેવાના તરફ ખેંચાયુ એટલે ત્યાંના નેતાઓએ તેમનુ સ્વાગત કર્યું અને સા આચાર્ય શ્રી પાસે આવી સુખ શાતા પુછવા પછી તેમાંથી એક આગેવાને નમ્રતાથી શહેનશાહ અકખરનું ક્રમાન સભા વચ્ચે વાંચી સંભળાવ્યું અને વિશેષમાં જણાવ્યું કે શહેનશાહ અકબર આચાર્ય શ્રીનાં દર્શન કરવા માટે આતુર છે અને તેમની ઈચ્છા પૂર્ણ કરવાની આપને વિનંતી કરવા સારૂ અમદાવાદના સુખા શાહબુદિને અમને આપની તરફ મેકલ્યા છે. ખાદશાહે પેાતાના તરફથી કમાલ અને ગાંદી નામના મેકલેલા ફૂ હાલ અમદાવાદમાં છે. તે તેમને શું ઉત્તર આપવા તે ફરમાવશે.
આ નવીન પ્રકરણ સાંભળીને શ્રોતાજને માંહામાંહે તે સંબંધી તર્કવિતર્ક કરવા મડી ગયા. આચાર્યશ્રી સભાના ગૃહસ્થાના અભિપ્રાય જાણવાની ખાતર સભાજના પ્રત્યે સહેતુક દષ્ટિપાત કરી રહ્યા હતા. અલ્પ સમયમાંજ સભાનામાંન એક ગૃહસ્થ ઉભા થયા અને એટ્યા: “ નામદાર શહેનશાહ અકબર તરફથી આચાર્ય શ્રીને નિમ ંત્રણ કરવામાં આવ્યુ છે એ વાત ખરી છે, પરંતુ તેમ કરવામાં તેના શો હેતુ હશે; તે આપણે કળી શકતા નથી. બાહ્ય દૃષ્ટિથી જોતાં અકબરશાહ હિન્દુ ધર્મના પક્ષપાત કરતાં હાય એના આપણને સામાન્ય ભાસ થાય છે, પરંતુ વસ્તુત: જોવા જતાં શહેનશાહ અકબરહિન્દુ ધર્મ પ્રત્યેની પ્રીતિ તે હિન્દુ ધર્મના પાયાની ખીલી ઢીલી કરવા માટેજ છે એ વાત આપણે હિન્દુઆએ ભૂલી જવાની નથી. માપણી હિન્દુ પ્રજામાં આપણા જૈન ધમ સર્વોત્કૃષ્ટ ગણી શકાય તેમ છે અને કદાચ શહેનશાહ અકબરની દૃષ્ટિ તેને આઘાત પહોંચાડવાની હાય એમ મ્હેને જણાય છે. તે મ્હારા નમ્ર મત પ્રણે બાદશાહનું નિમન્ત્રણ સ્વીકારીને આચાર્યશ્રીને ફતેહપુર સુધી જવાની કંઇજ આવશ્યકતા નથી. ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com