________________
[૨] ધમ જીજ્ઞાસુ અકબર.
બેગમસાહેબાને હું નમન કરૂં છું.” આવનાર વ્યક્તિને પ્રણામ કરતાં ચંપાએ ઉભા થઈને વિનયપૂર્ણ સ્વરે કહ્યું.
નહિ, નહિ, તમે હવે પ્રણામ કરવા લાયક નથી. હને નમન કરીને આપ સહુને દૂષિત ન કરે.” આવનાર વ્યક્તિએ પોતાના મહેપરનો બરખે દૂર કરતાં કહ્યું.
ચંપાએ બેગમને ખુરસી પર બેસવાનો નેત્રસંત કર્યો એટલે તે એક ખુરસી પર બેઠી. બીજી એક ખુરસી સહજ દૂર ખસેડીને તે પર ચંપા બેઠી અને તે બોલી:–“દેવિ! આપના દશનથી હુને આજે અનહદ આનંદ થાય છે.”
હેન! બેગમે બોલવાનું શરૂ કર્યું. આપને અહિં લગભગ એક મહિના સુધી એકાન્તવાસમાં રહેવાની નામવર જહાંપનાહે ફરજ પાડી છે તે બાબતની ખબર મહિને ત્રણ ચાર દિવસ પૂર્વે જ મળી છે; નહિંતર હું તમને વહેલી મળવા આવત. વારૂ, પણ તમારું ખ્યાન જાણવાની મને આકાંક્ષા છે તે તૃપ્ત કરશો કે?
ઘણું ખુશીથી” ચંપાએ નીચી નજરે જોતાં કહ્યું. . “તમે કઈ જ્ઞાતિમાં જન્મ પામ્યા છે?”
વણીક ” : “બાદશાહ નામવર એ તે શે અપરાધ તમે કર્યો છે કે તેમણે તમને આમ નજરકેદની પેઠે રાખ્યા છે. ”
“બાદશાહ નામવરને મહું કંઈજ અપરાધ કર્યો નથી અને હું તેવું કરવાની ઈચ્છા પણ ધરાવતી નથી.”
ત્યારે તમને નજરકેદ કરવાનું કંઈ કારણ?”
“કારણ એજ કે હારા ગત બદલ નામવર જહાંપનાહનાં હૃદયમાં શંકા ઉદ્ભવી છે, જળપાનપર છ છ માસ સુધી રહી શકાય એ વાત સાચી છે કિંવા જુઠ્ઠી છે, તેની પ્રતિતી કરવા સારૂ તેમણે હને આ એકાન્તવાસ આપે છે, પરંતુ જાગ્યે કે અજાણ્યે જે કંઈ બનવા પામ્યું છે, તે એક સારાને જ માટે છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com