________________
[ ૧૭૪ ]
ધર્મ જીજ્ઞાસુ અકબર.
અકબર પલંગપર જઇને સૂતા તે ખરે, પરંતુ કમળાના શબ્દો તેના સામે તરી આવ્યા. “ મ્હારા પ્રત્યેના પ્રેમપ્રવાહ પદ્મા તરફ વાળવાને હું પ્રાર્થના કરૂં છું” એ કમળાના વચનાનું સ્મરણ થતાં પદ્માની માંદગીના ઝુલેખાં ખબર આપી ગઇ હતી તે વાત તરફ ધ્યાન ખેંચાયું; પણ પ્રેમના વિવિધ પ્રવાહમાં તણાઈને અનેક પ્રેમવ્યાપારમાં અકબરને આજદિન સુધીમાં જે નિરાશા થઇ હતી તેથી તેની યાચનાને તે તુર્ત આદર આપવા જેટલા ઉત્સાહી થઇ શકયા નહિ.વળી તેના મનમાં વિચાર આવ્યા કે:—“ જ્યારે હું પદ્મા પાસે પ્રેમ યાચના કરતા હતા, ત્યારે તેણે દરકાર ન કરી. પરંતુ તે પછી તેના વર્તનમાં ફેરફાર તા થયેાજ છે. તે પછી મારે તેની ભુલને શું વળગી રહેવું ? નહિજ, તે સ્ત્રી છે, તેથી અલ્પજ્ઞ ગણાય, એટલે મારે તેની કસુર માટે ક્ષમા આપવી જોઇએ, હજી પણ હું તેને નિરાશ કરૂં તે। કદાચ તેની સ્ત્રી બુદ્ધિની મુર્ખાઇમાં બીજી સ્ત્રીહત્યાનું પાતક મ્હારા શિરપર સ્ફુટશે. “ અલ્લા હા અકબર ! ... પદ્માના અપરાધ વિસરી જઇને તેને સુખી કરવી એવીજ અહ્વાની ઈચ્છા છે ! ત્યારે હું અત્યારેજ તેની પાસે જાઉં, પર ંતુ અત્યારે મધ્યરાત્રિ વીતી ગઇ છે. એ ત્રણ કલાકમાં તેા પ્રાત:કાલ થશે. માટે સ્હવારે જ જઈશ. ” આ પ્રમાણે વિચાર કરતાં ખાદશાહને નિદ્રા આવી ગઈ.
જુલેખાંએ પદ્મા પાસે આવીને તેને જાગ્રત કરી. અને બાદશાહુ મહાલયમાં પધાર્યાની ખાતમી આપી. એટલે તે ઉડીને બાદશાહના દિવાનખાના તરફ જવાને તૈયાર થઇ. જુલેખાંએ તેને તૈયાર થયેલી જોઇ ક’પીત સ્વરે કહ્યું. “ ખાઇ સાહેબ, તમે આ સમયે ન જાઓ તે ઠીક છ
te
..
“ કેમ ?” જીલેખાં તરફ તાકી રહીને પદ્માએ આશ્ચર્ય પામતાં પૂછ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com